News of Tuesday, 21st May 2024
ઈન્ડિયા ગઠબંધનને મળશે ૩૦૦થી વધુ સીટો, ૪ જૂને મોદી સરકાર જશે
અરવિંદ કેજરીવાલે કર્યો મોટો દાવોઃમોદી સરકાર જઈ રહી છે ઈન્ડિયા ગઠબંધનની સરકાર બની રહી છે

નવી દિલ્હી, તા.૨૧
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ચાર જૂને મોદી સરકાર જઈ રહી છે. ૪ જૂને ઈન્ડિયા ગઠબંધનને પોતાના દમ પર ૩૦૦થી વધુ સીટો મળી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે જેમ-જેમ ચૂંટણી થતી જઈ રહી છે, તેમ-તેમ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે મોદી સરકાર જઈ રહી છે. ઈન્ડિયા ગઠબંધનની સરકાર બની રહી છે. સર્વેના ફન્ડિંગ્સ પરથી સ્પષ્ટ થાય છે કે ૪ જૂને ઈન્ડિયા ગઠબંધનને ૩૦૦થી વધુ સીટો મળશે.
અરવિંદ કેજરીવાલે અમિત શાહના નિવેદન પર કહ્યું કે ગઈકાલે તે દિલ્હી આવ્યા હતા અને દિલ્હી આવીને તેમણે દેશના લોકોને ગાળો આપી. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના સપોર્ટર પાકિસ્તાની છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને પુછવા માંગું છું કે દિલ્હીના લોકોએ અમને વોટ આપ્યા. પંજાબના લોકોએ અમને વોટ આપ્યા. ગુજરાતના ૧૪ ટકા લોકોએ અમને મત આપ્યા, શું તેઓ પાકિસ્તાની છે? તમને પીએમએ તેમના વારસદાર તરીકે ચૂંટ્યા કે તમને તેનો અહંકાર થઈ ગયો. હજી તો તમે પીએમ બન્યા નથી અને અને તમને અહંકાર આવી ગયો. તમે પીએમ બની રહ્યાં નથી. બીજેપી જઈ રહી છે. ઘમંડ ઓછો કરો.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
