<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

શિવસેના યુબીટીના પોલિંગ એજન્ટનો ટોયલેટમાંથી મૃતદેહ મળ્યો

મહારાષ્ટ્રમાં ૧૩ બેઠકો પર મતદાન થયું હતુઃપોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મૃતકની ઓળખ ૬૨ વર્ષીય મનોહર નલગે તરીકે થઇ

મુંબઈ, તા.૨૧

લોકસભા ચૂંટણી ૨૦૨૪ હેઠળ, સોમવારે, ૨૦ મેના રોજ મહારાષ્ટ્રમાં ૧૩ બેઠકો પર મતદાન થયું હતું. આ સાથે પાંચમાં તબક્કામાં રાજ્યની તમામ ૪૮ બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. જો કે ચૂંટણી વચ્ચે મુંબઈથી એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. વાસ્તવમાં, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ નો એક પોલિંગ એજન્ટ મુંબઈ વર્લી બૂથ પર મૃત હાલતમાં મળી આવ્યો છે. આ ઘટના બાદ દરેક લોકો ચોંકી ગયા છે. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મૃતકની ઓળખ ૬૨ વર્ષીય મનોહર નલગે તરીકે થઈ છે.

સોમવારે સાંજે મનોહર ટોયલેટમાં ગયો અને ઘણો સમય વીતી જવા છતાં બહાર ન આવ્યો. તેના સાથીઓએ બળજબરીથી દરવાજો ખોલ્યો તો જોયું કે મનોહર પડી ગયો હતો. કોઈક રીતે મનોહરને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જો કે, અહીં ડોક્ટરે મનોહર નલગેને તપાસતાં તેને મૃત જાહેર કર્યો હતો.

(7:45 PM IST)