<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

અબુધાબીમાં ૧ જૂનથી અમલમાં આવશે નવા નિયમ

ખાવા-પીવાનું થઈ જશે મુશ્કેલઃપર્યાવરણને ધ્યાને રાખીને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે

યુએઈ, તા.૨૧

UAE, તેની ઊંચી ઇમારતો અને વૈભવી જીવન માટે વિશ્વ ભરમાં ખૂબ જ જાણીતુ છે, આજકાલ અબુધાબી સહિત અખાતના અનેક દેશ પર્યાવરણીય ફેરફારોનો સામનો કરી રહ્યા છે. ક્યારેક અહીં ભારે ગરમી પડે છે, તો ક્યારેક ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અબુધાબી સહીતના અખાતના દેશમાં ઝડપી આધુનિકીકરણને કારણે ઘણી સમસ્યાઓ ઉભી થવા લાગી છે. હવે અબુધાબીની સરકારે આને રોકવા માટે આકરા પગલાં લેવાનું શરૃ કર્યું છે. યુએઈના સૌથી મોટા અમીરાત અબુ ધાબીની પર્યાવરણ એજન્સી અને આર્થિક વિકાસ વિભાગે જાહેરાત કરી કે, આગામી ૧ જૂનથી અબુ ધાબીમાં સિંગલ-યુઝ સ્ટાયરોફોમ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સ્ટાયરોફોમ ઉત્પાદનોમાં સિંગલ-યુઝ કપ, ઢાંકણા, પ્લેટ્સ, પીણાના કન્ટેનર અને ખાદ્ય કન્ટેનરનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો દરિયાઈ પ્રદૂષણમાં વધારો કરતા હોવાનું મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે.અબુ ધાબી સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલિસી મે ૨૦૨૦ માં લાગુ કરવામાં આવી હતી. આ નીતિ હેઠળ, તમામ છૂટક વિક્રેતાઓ પર સિંગલ-યુઝ પ્લાસ્ટિક બેગના વેચાણ પર પ્રતિબંધ ૧ જૂન, ૨૦૨૨ થી લાગુ કરવામાં આવ્યો હતો. જે બાદ આ બેગનો ઉપયોગ ૯૫% ઘટી ગયો છે.

યુએઈના અન્ય અમીરાતોએ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ લાગુ કર્યો છે. શારજાહમાં આ પ્રતિબંધ ૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ શરૃ કરવામાં આવ્યો હતો અને અમીરાતે ૨૨ એપ્રિલે જાહેરાત કરી હતી કે, તેમના દેશમાં પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે.

દુબઈએ પણ ગત ૧ જાન્યુઆરી, ૨૦૨૪થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. જો તેનો ઉપયોગ કરતા પકડાય તો ૨૧ હજાર ભારતીય રૃપિયા સુધીનો દંડ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૩માં ેંછઈના તમામ ૭ અમીરાતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જે બાદ દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઝડપથી ઘટ્યો છે, હવે ેંછઈ આવા ઉત્પાદનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે.

(7:53 PM IST)