News of Tuesday, 21st May 2024
સ્મોકી પાન ખાધા બાદ ગેસ્ટ્રો સર્જરી કરાવી પડી
નાઈટ્રોજન ધરાવતા 'સ્મોકી પાનનો ખરાબ અનુભવઃપાન ખાધા બાદ છોકરીને શરૃઆતમાં પેટમાં તીવ્ર દુખાવો અનુભવ થયો દુખાવો વધતા છોકરીના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા

બેંગલુરુ, તા.૨૧
બેંગલુરુની એક ૧૨ વર્ષની છોકરીએ પ્રવાહી નાઈટ્રોજન ધરાવતા 'સ્મોકી પાન' નો અનુભવ ખુબ જ ખરાબ રહ્યો. છોકરીને સ્મોકી પાન ખાધા બાદ ગેસ્ટ્રો સર્જરી કરાવી પડી. પાન ખાધા બાદ છોકરીને શરૃઆતમાં પેટમાં તીવ્ર દુખાવો અનુભવ થયો. દુખાવો વધતા છોકરીના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા. અહીંના તબીબોએ જ્યારે આ છોકરીની તપાસ કરી. આ પછી જે વાત સામે આવી ત્યારે છોકરીના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરી રહેલ ડોક્ટરે જણાવ્યું કે છોકરીના પેટમાં કાણું છે.
'સ્મોકી પાન' લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ આઇટમ બેંગલુરુના વિવિધ સ્ટોલ પર સરળતાથી ઉપલબ્ધ છે. મીડિયા અહેવાલ મુજબ છોકરીએ પાન ખાવના અનુભવનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે "હું અન્ય લોકોની જેમ સ્મોકી પાન ખાવાના અનુભવમાં જોડાવા માંગતી હતી પરંતુ તે ખાધા પછી તરત જ, મને અસ્વસ્થતાનો અનુભવ થવા લાગ્યો. પેટમાં તીવ્ર પીડા થવા લાગી." પોતાનો અનુભવ શેર કરતા કહે છે કે આ પાન ખાધા પછી તેને પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યો.
બેંગલુરુમાં રહેતી આ ૧૨ વર્ષીય છોકરી તેના પરિવાર સાથે લગ્નના રિસેપ્શનમાં ગઈ હતી, જ્યાં તેણે સ્મોકી પાન ખાધું હતું. ત્યારબાદ તેને અચાનક પેટમાં દુખાવો ઉપડયો અને ડોક્ટરની મુલાકાત લીધી.
યુવતીના પેટમાં દુખાવાનું કારણ જાણવા ડોક્ટરોએ ઈન્ટ્રાઓપરેટિવ ઓજીડી કરાવ્યું હતું. જેમાં બાળકીના પેટના નીચેના ભાગમાં કાણું હોવાનું બહાર આવ્યું હતું. આ પછી, ડૉક્ટરોએ સર્જરી કરી અને ચેપગ્રસ્ત ભાગને દૂર કર્યો. બાળકીને ૬ દિવસ હોસ્પિટલમાં રાખ્યા બાદ રજા આપવામાં આવી હતી. જણાવી દઈએ કે બાળકીનું ઓપરેશન બેંગલુરુની નારાયણા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
