News of Tuesday, 21st May 2024
IPL -2024: કોલકાતા નાઈટ રાઈડર્સ ફાઇનલમાં પહોંચ્યું : સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું
:શ્રેયસ ઐયર અને વેંકટેશ ઐયરએ અણનમ ફિફટી ફટકારી : હૈદરાબાદ 159 રનમાં ઓલઆઉટ : કોલક્તાએ 13.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યું : હૈદરાબાદ હવે ક્વોલિફાયર-2 મુકાબલામાં રમશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2024ની ફાઇનલમાં પહોંચી ગયું છે.મિચેલ સ્ટાર્ક (3 વિકેટ) સહિત બોલરોના શાનદાર પ્રદર્શન બાદ શ્રેયસ ઐયર (અણનમ 58) અને વેંકટેશ ઐયરની (અણનમ 51)અડધી સદીની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટે આસાન વિજય મેળવ્યો હતો. હૈદરાબાદ 19.3 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં કોલકાતાએ 13.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
હૈદરાબાદ હવે ક્વોલિફાયર-2 મુકાબલામાં રમશે. આ મુકાબલો 24 મે ના રોજ રમાશે. આ પહેલા 22 મે ના રોજ એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ ટકરાશે. જેની વિજેતા ટીમ સામે હૈદરાબાદ ટકરાશે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
