News of Wednesday, 22nd May 2024
બેટિંગમાં મૂંઝવણ,.ફિલ્ડિંગમાં ફુસ્સ, હૈદરાબાદના 'ટ્રમ્પ કાર્ડ'એ રમત બગાડી: હારના જાણો સૌથી મોટા કારણો
બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગનાં મોરચે નિષફળ હૈદરાબાદ ટીમને પ્લેઓફમાં લઇ જનાર ખુબ મોંઘો સાબિત થઇ નિરાશામાં ઉમેરો કર્યો

IPL 2024 ની પ્રથમ ફાઇનલિસ્ટ જાહેર કરવામાં આવી છે. પેટ કમિન્સની આગેવાની હેઠળની KKR ટીમે ક્વોલિફાયર-1માં હૈદરાબાદને 8 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હૈદરાબાદ તરફથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું, પછી તે બેટિંગ હોય, બોલિંગ હોય કે ફિલ્ડિંગ. હૈદરાબાદની ટીમ દરેક રીતે નિષ્ફળ સાબિત થઈ હતી. હારનો સૌથી મોટો ગુનેગાર ટ્રેવિસ હેડ સાબિત થયો, જેણે ટીમને પ્લેઓફમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, જે તેની તરફેણમાં ગયો ન હતો. ટ્રેવિસ હેડ સતત બીજી વખત ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. ગત મેચમાં અભિષેક શર્માએ કમાન સંભાળી હતી. પરંતુ આ મહત્વની મેચમાં અભિષેકે 3 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, રાહુલ ત્રિપાઠીએ 55 રનની ઇનિંગ રમી હતી પરંતુ તે રનઆઉટ થયો હતો. વિસ્ફોટક ક્લાસેન પણ માત્ર 32 રન જ બનાવી શક્યો હતો. અંતે, કેપ્ટન કમિન્સે 30 રન બનાવ્યા અને કોઈક રીતે ટીમને 159ના સ્કોર સુધી લઈ ગયા.
ટ્રેવિસ હેડ ક્વોલિફાયર-1માં હારનું સૌથી મોટું કારણ સાબિત થયો હતો. હેડ માત્ર શૂન્ય પર જ આઉટ થયો ન હતો પરંતુ તેણે શ્રેયસ અય્યરનો હલવો કેચ પણ છોડ્યો હતો. પેટ કમિન્સે પણ તેને બોલિંગ કરવાની તક આપી હતી. પરંતુ ટ્રેવિસ હેડ ખૂબ ખર્ચાળ સાબિત થયો. હેડે માત્ર 1.4 ઓવરમાં 32 રન ખર્ચ્યા હતા. તેનું પ્રદર્શન હૈદરાબાદ માટે નિરાશાજનક સાબિત થયું છે.
હૈદરાબાદ તરફથી ખૂબ જ નબળી ફિલ્ડિંગ જોવા મળી હતી. વિકેટની પાછળ ઉભેલા ક્લાસને શાનદાર કેચ લીધો હતો. પરંતુ આ દરમિયાન રાહુલ ત્રિપાઠી વચ્ચે આવ્યો અને ક્લાસેન કેચ ચૂકી ગયો. હૈદરાબાદની નબળી ફિલ્ડિંગની અસર બોલિંગ પર પણ જોવા મળી હતી. પેટ કમિન્સ અને નટરાજન માત્ર 1-1 વિકેટ લઈ શક્યા હતા.
હાર બાદ હૈદરાબાદની ટીમ હજુ પણ ફાઈનલની રેસમાં છે. એક તરફ કેકેઆરની ટીમ ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે તો બીજી તરફ હૈદરાબાદ ક્વોલિફાયર-2માં પહોંચી ગયું છે. હૈદરાબાદ એલિમિનેટરમાં વિજેતા ટીમ સામે ટકરાશે. 22 માર્ચે એલિમિનેટર મેચમાં રાજસ્થાન અને RCBની ટીમો વચ્ચે ટક્કર થશે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
