News of Wednesday, 22nd May 2024
પાંચમા તબક્કાના મતદાન બાદ ભાજપને 310 સીટ મળી ગઈ, હવે 400 તરફ પ્રયાણ:અમિતભાઇ શાહનો મોટો દાવો
ગૃહમંત્રી શાહે સંબલપુરમાં બે ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે, આ વખતે ઓડિશામાં કમળ ખિલશે.

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે લોકસભા ચૂંટણીના 5 તબક્કા પૂરાં થયા બાદ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને 310 સીટ મળી ગઈ છે. શાહે કહ્યું, પાંચમા તબક્કાના મતદાન બાદ ભાજપને 310 સીટ પહેલા જ મળી ગઈ છે. છઠ્ઠા અને સાતમા તબક્કાના મતદાન બાદ અમે 400થી વધુ સીટ મેળવીશું. તેમણે ઓડિશાના લોકોને અપીલ કરી કે તેઓ રાજ્યના બાબૂ રાજથી આઝાદ થાય અને ભાજપને કેન્દ્ર તેમજ રાજ્ય બંનેમાં સરકાર બનાવવા માટે સમર્થન આપે.
કેન્દ્રીય ગૃહમંત્રી શાહે સંબલપુરમાં બે ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે, આ વખતે ઓડિશામાં કમળ ખિલશે. સંબલપુર સીટથી ભાજપના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
અમિતભાઈ શાહે આરોપ લગાવ્યો કે રાજ્યમાં મુઠ્ઠીભર અધિકારીઓનું શાસન છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી રાજ્યમાં હાલ જોવા મળતા બાબૂ રાજને સમાપ્ત કરવાની છે. તેમણે આરોપ લગાવ્યો કે મોટા ભાગની ખાણ અને ખનિજ ભંડાર ક્યોઝર જિલ્લામાં હોવા છતાં ત્યાં આદિવાસીઓને કોઈ લાભ નથી મળી રહ્યો. શાહે દાવો કર્યો કે વડાપ્રધાન મોદીએ તે સુનિશ્ચિત કર્યું છે કે દેશભરમાં કોઈ આતંકવાદ ન હોય. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, પીઓકે ભારતનું હતું અને તે આપણી પાસે જ રહેશે. ભારત પીઓકેને પરત લેશે.
કોંગ્રેસની ગત સરકાર પર પ્રહાર કરતા શાહે કહ્યું, કોંગ્રેસે આદિવાસીઓ માટે કંઈ જ કર્યું નથી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ જનજાતીય મામલા માટે એક અલગ મંત્રાલય બનાવ્યું હતું, જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાનામાં નક્સલવાદને ખતમ કરવાનું કામ કર્યું.
તેમણે કહ્યું કે, મોદીએ ડીએમએફનું ગઠન કર્યું અને આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે કરોડો રુપિયા આપ્યા. ભાજપના નેતાએ કહ્યું, મોદી સરકારના શાસનમાં જનજાતીય મામલાને લઈને બજેટમાં ફાળવણી વધારીને 1.25 લાખ કરોડ રુપિયા કરાઈ જ્યારે ગત સરકારના શાસનમાં 25,000 કરોડ રુપિયા આપવામાં આવ્યા હતા
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
