News of Friday, 24th May 2024
બંગાળની ખાડીમાં ઉઠેલા નવા ચક્રવાતનું નામ કોણે આપ્યું? રવિવારે 102 કી,મી, પ્રતિ કલાકની સ્પીડે પવન ફુંકાઈ શકે
શુક્રવારે ડીપ લો પ્રેશરમાં પરિવર્તિત થયા બાદ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર એક ચક્રવાતમાં બદલવાની શક્યતા

નવી દિલ્હી : બંગાળની ખાડીમાં વિકસિત થઈ રહેલું એક તોફાન ભીષણ ચક્રવાતમાં પરિવર્તિત થવા પર અને 26 મેનાં રોજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કાંઠે પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે. બંગાળની ખાડીમાં મોનસૂન પહેલાં આ સીઝનનું આ પહેલું ચક્રવાતી તોફાન હશે. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતોના નામકરણની પ્રણાલી મુજબ, તેનું નામ રેમલ રાખવામાં આવ્યું છે. આ નામની ભલામણ ઓમાને કરી છે. ગુરવારે સવારે 13.7 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને 86.9 ડિગ્રી પૂર્વ દેશાંતર વચ્ચે આ ચક્રવાત નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ શુક્રવાર સુધી આ બંગાળની ખાડીમાં ઉત્તર પૂર્વ તરફ વધી શકે છે.
IMDએ જણાવ્યું કે આ ચક્રવાતના કારણે પશ્ચિમ બંગાળના કાંઠાના જિલ્લા ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગના અને પૂર્વી મિદનાપુરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે કેટલાંક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે, બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે શુક્રવારે ડીપ લો પ્રેશરમાં પરિવર્તિત થયા બાદ આગામી દિવસે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર એક ચક્રવાતમાં બદલવાની શક્યતા છે
હવામાન વિભાગે કહ્યું કે, જે બાદ રવિવારે સાંજ સુધી આ ચક્રવાત એક ભીષણ ચક્રવાતી તોફાન તરીકે બાંગ્લાદેશ અને તેની નજીક પશ્ચિમ બંગાળના કાંઠે પહોંચી જશે. હવામાન વિભાગે માછીમારોને રવિવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં ન જવાની ચેતવણી આપી છે. IMD મુજબ, રવિવારે 102 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફુંકાઈ શકે છે.
હવામાન વિભાગે 26 અને 27 મેનાં રોજ પશ્ચિમ બંગાળ, ઉત્તરી ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને સમુદ્રમાં ગયેલા માછીમારોને કાંઠે લાવવા અને 27 મે સુધી બંગાળની ખાડીમાં નહીં જવાની સલાહ આપી છે. હવામાન વૈજ્ઞાનિકોએ કહ્યું કે, સમુદ્રની સપાટી ગરમ તાપમાનના કારણે ચક્રવાતી તોફાન તેજીથી ભયંકર તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે.
વૈજ્ઞાનિક મુજબ, 1880માં રેકોર્ડ શરુ થયા બાદથી ગત છેલ્લાં 30 વર્ષમાં સમુદ્રની સપાટીનું તાપમાન સૌથી વધુ જોવા મળ્યું છે. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડીએસ પઇ મુજબ સમુદ્રની સપાટી ગરમ હોવાનો અર્થ છે વધુ ડેમ્પ સાથે છે, જે ચક્રવાતની તીવ્રતા માટે અનુકુળ હોય છે.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
