News of Friday, 24th May 2024
ઝારખંડ બાદ હવે કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ, પ્રશાસને એલર્ટ જાહેર કર્યું
કોટ્ટાયમ જિલ્લામાં ચિકન, બતક, ક્વેઈલ અને અન્ય પક્ષીઓના મરઘાં ઉત્પાદનોના વેચાણ અને આયાત પર પ્રતિબંધ લગાવાયો

કેરળના પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ, રાજ્યના કોટ્ટાયમ જિલ્લામાં ચિકન, બતક, ક્વેઈલ અને અન્ય પક્ષીઓના મરઘાં ઉત્પાદનોના વેચાણ અને આયાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અગાઉ, ઝારખંડ સરકારે બુધવારે રાંચીના એક પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા બાદ એલર્ટ જાહેર કર્યું હતું.
ઝારખંડ બાદ હવે કેરળના પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. મનારકડમાં સરકાર સંચાલિત પ્રાદેશિક પોલ્ટ્રી ફાર્મમાં એવિયન ફ્લૂ (H5N1) ફાટી નીકળ્યાની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. કોટ્ટયમ જિલ્લા વહીવટીતંત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રોગચાળો ફાટી નીકળ્યા બાદ પોલ્ટ્રી ફાર્મની એક કિલોમીટરની ત્રિજ્યામાં તમામ પાલતુ પક્ષીઓને મારી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્રે જિલ્લામાં ચિકન, બતક, ક્વેઈલ અને અન્ય પક્ષીઓની મરઘાં ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
