<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

શું 7 લાખ નંબરો બંધ થશે ?: ટેલિકોમ વિભાગે આપ્યો 60 દિવસનો સમય: કંપનીઓએ કરવું પડશે વેરીફાઈ

તમામ ટેલિકોમ કંપનીઓ માટે 60 દિવસની અંદર ચિહ્નિત કનેક્શનની પુનઃ ચકાસણી કરવી ફરજિયાત

નવી દિલ્હી :ટેલિકોમ વિભાગના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “દૂરસંચાર વિભાગે અંદાજે 6.80 લાખ મોબાઈલ કનેક્શનની ઓળખ કરી છે. આ ગેરકાયદેસર, ખોટા અને બનાવટી KYC દસ્તાવેજો જેમ કે ઓળખના પુરાવા અને સરનામાં પ્રમાણપત્રનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યા હોવાની શંકા છે.

  દૂરસંચાર વિભાગે ટેલિકોમ સેવા પ્રદાતાઓને છ લાખથી વધુ મોબાઈલ કનેક્શનની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ એવા જોડાણો છે જે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યા હોવાની શંકા છે. વિભાગે ટેલિકોમ કંપનીઓને 60 દિવસની અંદર ઓળખાયેલા મોબાઈલ નંબરને ફરીથી વેરિફાઈ કરવાનો નિર્દેશ આપ્યો છે

   નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ખોટા અથવા નકલી કેવાયસી દસ્તાવેજોનો ઉપયોગ સૂચવે છે કે આ મોબાઇલ કનેક્શન્સ ખોટી રીતે મેળવવામાં આવ્યા હતા. દૂરસંચાર વિભાગે ટેલિકોમ સેવા પ્રદાતાઓને આ ઓળખાયેલા મોબાઈલ નંબરોની પુનઃ ચકાસણી કરવા સૂચનાઓ જારી કરી છે. તમામ ટેલિકોમ કંપનીઓ માટે 60 દિવસની અંદર ચિહ્નિત કનેક્શનની પુનઃ ચકાસણી કરવી ફરજિયાત છે. જો કનેક્શન ચકાસણીમાં અસફળ હોવાનું જણાયું, તો તેને બંધ કરવામાં આવશે

( IST)