<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

૨૫ વર્ષની યુવતીએ ૧૬ વર્ષના પ્રેમીના ઘરમાં રહેવાની જીદ પકડીઃ છોકરાના પરિવારે ના પાડી તો આત્‍મહત્‍યાની ધમકી આપી

મેરઠ,તા. ૨૪: યુવતીની પોતાના પ્રેમી સાથે રહેવાની જીદને કારણે પોલીસના નાકે દમ આવી ગયો છે. મેરઠની યુવતી ૧૬ વર્ષના સગીરના પ્રેમમાં એવી પાગલ થઈ ગઈ છે કે તે શામલી નામના શહેરમાં રહેતા છોકરાના ઘરે સેટલ થવા આવી ગઈ હતી. સગીરનાં માતા-પિતાએ આ માથાફરેલ યુવતીને થોડા દિવસ પોતાના ઘરમાં રહેવા દીધી હતી, પણ તેને જવાનું કહેતાં યુવતીએ આપઘાતની ધમકી આપી દીધી. આ યુવતી અને તેનો ૧૬ વર્ષનો પ્રેમી સોશ્‍યલ મીડિયાના માધ્‍યમથી પરિચયમાં આવ્‍યાં હતાં અને હવે તે સગીર સાથે લગ્ન કરવાની જીદ પકડી બેઠી છે.

છોકરાના પિતાની ફરિયાદ બાદ સ્‍થાનિક પોલીસે મામલાનો અંત લાવવાનો પ્રયત્‍ન તો કર્યો, પણ યુવતીની જીદ સામે તેમણે પણ હાથ ઊંચા કરી દીધા. યુવતીનો પરિવાર તેને પાછી સ્‍વીકારવા તૈયાર નથી અને તેને મહિલા કલ્‍યાણ શાખામાં મોકલવામાં આવી તો તે ત્‍યાંથી પણ પાછી આવી ગઈ હતી. હવે તેને મહિલા આશ્રય ગૃહમાં મોકલવામાં આવશે.

(9:56 AM IST)