News of Friday, 24th May 2024
ઓક્સફર્ડ ઇકોનોમિક્સની યાદીમાં ન્યુયોર્ક વિશ્વનું સૌથી શ્રેષ્ઠ શહેર મુંબઈ ૪૨૭મા ક્રમે

ન્યુયોર્ક,તા. ૨૪: ઓક્સફર્ડ ઇકોનોમિક્સે વિશ્વભરનાં ૧૦૦૦ શહેરોનું મૂલ્યાંકન કરીને ૨૦૨૪ માટે ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે. ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સમાં જુદી-જુદી કેટેગરીમાં ટોચનાં ૧૦ શહેરો જાહેર કરવામાં આવ્યાં છે. વિશ્વનાં શ્રેષ્ઠ ૧૦ શહેરની કેટેગરીમાં ૧૦૦ ટકા સ્કોર સાથે અમેરિકાનું ન્યુ યોર્ક પહેલા ક્રમે આવે છે. ત્યાર બાદ બીજા ક્રમે લંડન અને બાકીનાં શહેરોમાં સેન ઓઝે, ટોક્યો, પેરિસ, સીએટલ, લોસ એન્જલસ, સેન ફ્રાન્સિસ્કો, મેલબર્ન અને ઝ્યુરિકનો સમાવેશ થાય છે.
ભારતમાંથી દિલ્હી (૩૫૦), બેન્ગલોર (૪૧૧), મુંબઈ (૪૨૭) અને ચેન્નઈ (૪૭૨)ને ટોચનાં ૫૦૦ શહેરોમાં સ્થાન મળ્યું છે. ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સમાં કોઈ શહેરનું વૈશ્વિક અર્થતંત્રમાં યોગદાન, શિક્ષણ અને બિઝનેસની સ્થિતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ, પર્યાવરણ અને ગુડ ગવર્નન્સ જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
