<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

દૂધમાં ભેળસેળ કરતા પતિને પત્‍નીએ જ ઉઘાડો પાડયોઃ ઘર મૂકીને પિયરમાં રહેવા જતી રહી

જયપુર,તા. ૨૪: રાજસ્‍થાનમાં એક માણસને દૂધમાં ભેળસેળ કરવાનું ભારે પડી ગયું છે, કેમ કે તેને તેની પત્‍નીએ જ ઉઘાડો પાડ્‍યો છે. પતિ દૂધમાં ભેળસેળ કરે છે એ જાણીને પત્‍ની એટલી નારાજ થઈ ગઈ કે તે ઘર મૂકીને પિયર જતી રહી. આગરાની આ યુવતીનાં લગ્ન બે વર્ષ પહેલાં રાજસ્‍થાનના રાજાખેડામાં રહેતા યુવક સાથે થયાં હતાં. યુવતી ધાર્મિક સ્‍વભાવની હોવાથી બેઈમાનીની આવક નહોતી ઇચ્‍છતી એટલે તેણે પતિને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ પતિએ મારઝૂડ કરતાં યુવતી તેનાં માતા-પિતા પાસે ચાલી ગઈ. આ મામલો પોલીસ સુધી પહોંચ્‍યો હતો અને હવે બન્નેનું કાઉન્‍સેલિંગ કરવામાં આવી રહ્યું છે. પતિ કહે છે કે જો હું દૂધમાં પાણી નહીં ભેળવું તો મને નુકસાન થશે. તો પત્‍ની એ વાતે અડગ છે કે જયારે મારો પતિ દૂધમાં ભેળસેળ કરવાનું બંધ કરશે ત્‍યારે જ હું સાસરે જઈશ.

(10:01 AM IST)