News of Friday, 24th May 2024
નારીશકિત ઝીંદાબાદ મતદાનમાં પુરૂષોથી આગળ
પાંચ તબક્કાની ચૂંટણીમાં મહિલા મતદારોએ કર્યુ ટનાટન વોટિંગ મોટાભાગની બેઠકો પર પુરૂષો કરતા વધુ વોટિંગ

નવી દિલ્હી તા. ૨૪ : દેશમાં લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થયા છે. છઠ્ઠા તબક્કા માટે ૨૫ મેના રોજ મતદાન થશે. અત્યાર સુધીમાં ૪૨૭ બેઠકો પર મતદાન થયું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ પ્રથમ પાંચ તબક્કામાં મહિલાઓની મતદાનની ટકાવારી પુરૂષો કરતા વધુ છે. રાજકીય નિષ્ણાતોના મતે મહિલાઓ મતદાન કરવા માટે વધુ ઉત્સાહિત જોવા મળી હતી.
ચૂંટણી પંચના આંકડા મુજબ બિહારની ૪૦માંથી ૨૪ બેઠકો પર મતદાન થયું છે. અહીં મહિલાઓએ ઉત્સાહભેર મતદાનમાં ભાગ લીધો હતો. એવી ૨૦ બેઠકો છે કે જેના પર મહિલાઓની મતદાન ટકાવારી પુરુષો કરતા વધુ હતી. ઝારખંડની વાત કરીએ તો પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં ૮ બેઠકો પર મતદાન થયું છે. અહીં તમામ બેઠકો પર મહિલાઓના મતોની ટકાવારી પુરૂષો કરતાં વધુ હતી. આવો જ ટ્રેન્ડ ઓડિશામાં પણ જોવા મળ્યો હતો.
પヘમિ બંગાળમાં લોકસભાની ૨૫માંથી ૧૮ બેઠકો પર મતદાન થયું છે. અહીં પણ મહિલાઓએ ઉત્સાહભેર મતદાન કર્યું અને પુરુષો કરતાં આગળ નીકળી ગયા. કેરળ અને તમિલનાડુમાં પણ અડધાથી વધુ બેઠકો એવી છે કે જેના પર મહિલાઓએ વધુ મતદાન કર્યું. સેન્ટર ફોર સોશિયલ રિસર્ચના ડાયરેક્ટર રંજના કુમારીએ કહ્યું કે મોટાભાગની સીટો પર મહિલાઓ વધુ મતદાન કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. તેમનું કહેવું છે કે મોટાભાગની સરકારી યોજનાઓના લાભાર્થીઓ પણ મહિલાઓ છે.
તેમણે કહ્યું કે ૧૯૯૩થી મહિલાઓએ ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ભુવનેશ્વરના એક પૂર્વ બ્યુરોક્રેટે કહ્યું કે મહિલાઓએ આ રીતે મતદાન કરવું એ મોટા સામાજિક પરિવર્તનનો સંકેત આપે છે. જો કે વર્તમાન સરકારને મહિલાઓ સમર્થન આપી રહી છે તેવું કહી શકાય નહીં. ઘણા નિષ્ણાતો એવું પણ કહે છે કે આ સરકારમાં સ્વ-સહાય જૂથો પર વધુ ભાર આપવાને કારણે મતદાન વધ્યું છે
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
