<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

પાકિસ્‍તાનની પરેશાનીનું કારણ હું જ છું: નરેન્‍દ્રભાઇ

કેવી રીતે વૈશ્વિક નેતાઓના વિચારો બદલાયા?: ભારતે પોતાની ઓળખ કંઇ રીતે ઉભી કરી?: પીએમએ આપ્‍યા ખુલીને જવાબ

 

નવી દિલ્‍હી તા. ર૪ :.. નરેન્‍દ્રભાઇએ કેવી રીતે વર્લ્‍ડ લીડર્સ વચ્‍ચે ભારતે પોતાની ઓળખાણ બનાવી તે અંગે ઇન્‍ડીયા ટીવીના શો સલામ ઇન્‍ડીયામાં રજત શર્માના સવાલોના જવાબ આપતા જણાવ્‍યું હતું.

નરેન્‍દ્રભાઇએ જણાવેલ કે, આજે કંઇ પણ કરીશ્‍મો છે તે દેશના ૧૪૦ કરોડ હિન્‍દુસ્‍તાનીઓ અને ભારતના સામર્થ્‍યનો છે. દેશ આંખ ઝૂકાવીને નહી પણ દેશ આંખ ઉઠાવીને, આંખ મીલાવીને વાત કરશે. જયારે પણ હું વિશ્વના મહારથીઓને મળુ છું તો હું મોદી નથી હો તો. જયારે હું હાથ મીલાવું છું ત્‍યારે વિચારૂ છું કે મારા ૧૪૦ કરોડ લોકો મારી સાથે છે. ત્‍યારે દુનિયા મને નાની લાગે છે. મને લાગે છે કે મારા સામર્થ્‍યમાં કોઇ કમી નથી. પછી તેમના પણ વિચાર બદલી જાય છે.

પીએમ મોદી પાકિસ્‍તાન અંગેના સવાલો પર પણ ખુલીને બોલ્‍યા હતાં. પાકિસ્‍તાને પોતાના દેશમાં આતંકવાદીઓના ટારગેટ કીલીંગ પાછળ ભારતનો હાથ હોવાનો કરેલ આક્ષેપ અંગે નરેન્‍દ્રભાઇએ જણાવેલ કે, હું જાણું છું કે પાકિસ્‍તાનના લોકો પરેશાન છે. તેમની પરેશાનીનું કારણ હું જ છું એ પણ જાણું છું. જયારે ત્‍યાંના લોકો રડે છે. ત્‍યારે હું સમજી શકું છું, પણ હું એ નથી સમજી શકતો કે તેઓ શું કામ રડે છે.

નરેન્‍દ્રભાઇએ વિભીન્‍ન મુદાઓ પર દિલ્‍હીના ભારત મંડપમાં હજારો લોકોની હાજરીમાં જવાબો આપ્‍યા હતાં. જેને લોકોએ વારંવાર તાલીઓના ગડગડાટથી વધાવ્‍યા હતાં.

(11:51 AM IST)