<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

ચરાડવા-મહાકાલી મંદિરના મહંત પૂ. દયાનંદગીરીબાપુ અકિલાના આંગણે...

રાજકોટ-મોરબી-હળવદ હાઇવે ઉપર મોરબીથી હળવદ વચ્‍ચે આવેલ ચરાડવાગામથી દેવળીયા તરફ ૩ કિ.મી. અંતરે  આવેલ સુપ્રસિધ્‍ધ મહાકાલી આરમ - મહાકાલી મંદિરના મહંત સંત પૂ. દયાનંદગીરીબાપુ આજે સવારે અકિલાના આંગણે પધાર્યા હતા.  ૧૩ર વર્ષના પૂ.બાપુ ભાગ્‍યે જ બહાર નિકળતા હોય છે. અકિલા પરિવાર ઉપર તેમના અપાર આશિર્વાદ વરસી રહયા છે. અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના ચીફ એડીટર અજીતભાઇ ગણાત્રા, મોટાબેન - મહિલા ક્રાંતિના તંત્રી, જુનાગઢના મહિલા અગ્રણી મીનાબેન હરીશભાઇ ચગ, નાનાબેન ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચા, નાનાબેન સ્‍મિતા સુનિલભાઇ રાયચુરા અને અકિલાના એકઝી. એડીટર - વેબ એડીશનના એડીટર નિમિષભાઇ ગણાત્રાના ધર્મપત્‍નિ કિરણબેન પૂ. બાપુના આશિર્વાદ લઇ રહેલા નજરે પડે છે.  આગામી ૩૦ મે ના રોજ ચરાડવા - મહાકાલી મંદિરે ભવ્‍ય પાટોત્‍સવ યોજાયો છે. આ શુભ અવસરે સવારે હોમ-યજ્ઞ, બપોરે મહાપ્રસાદ અને રાત્રે ડાક- ડમરૂના ધાર્મિક મહોત્‍સવમાં સહુ કોઇને જોડાવા પૂ. દયાનંદગીરીબાપુ અને નાના બાપુ પુજય અમરગીરીબાપુ ગુરૂ દયાનંદગીરી બાપુએ નિમંત્રણ આપ્‍યું છે. (તસ્‍વીર :  સંદિપ બગથરીયા)

(11:50 AM IST)