<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

વારાણસીના આ ઘરોમાં સીધો પહોંચ્યો પીએમ મોદીનો પત્ર : જાણો શી છે આ પાત્રની વિશેષતા

પીએમ મોદીએ કાશીના લોકો માટે 200 શબ્દોમાં ખાસ સંદેશ લખ્યો:કાશીના સાંસદ તેમજ પુત્રના રૂપમાં કાશીની જનતા પાસે સમર્થન માંગ્યું

     વડાપ્રધાન મોદી ત્રીજી વખત વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ પીએમ મોદીને વારાણસીથી દેશની તમામ લોકસભા બેઠકોની સરખામણીમાં સૌથી મોટી જીત અપાવવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. આ ક્રમમાં હવે વડાપ્રધાન મોદી દ્વારા લખાયેલો પત્ર વારાણસીના 2000 ઘરોમાં પહોંચી રહ્યો છે, જેમાં મતદારોને 1 જૂને મતદાન કરવા અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં આ વિશેષ પત્ર 500 થી વધુ ઘરોને મોકલવામાં આવ્યો છે.

   પત્ર વિતરણની જવાબદારી બજાવતા BHUના પ્રો. જ્ઞાન પ્રકાશ મિશ્રાએ એબીપી લાઈવને આપેલી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી દ્વારા કાશીના લોકોને એક ખાસ પત્ર મોકલવામાં આવી રહ્યો છે જેમાં વારાણસીના 2000 અલગ-અલગ ઘરોમાં આ પત્ર પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અત્યાર સુધી આ પત્ર 500 થી વધુ ઘરોમાં મોકલવામાં આવ્યો છે જ્યાં ભાજપના કાર્યકર્તાઓ પોતે લોકોના ઘરે જઈને આ પત્ર તેમને આપી રહ્યા છે. આ પત્રમાં લખેલ મુખ્ય સંદેશ છે - તમારા પરિવારના સભ્યો અને સંસ્થાના લોકોને 1 જૂન સુધીમાં બૂથ પર લાવો. દરેક મત ભાજપની તરફેણમાં હોવો જોઈએ. બાબા વિશ્વનાથના આશીર્વાદથી હું જે કંઈ કરી શક્યો છું, ઘણું કરવાનું બાકી છે. 2024ની આ ચૂંટણી ઘણી રીતે ખાસ છે. આ સિવાય વડાપ્રધાન મોદીએ કાશીની જનતા પાસે કાશીના સાંસદ તેમજ પુત્રના રૂપમાં સમર્થન માંગ્યું છે.

   અત્યાર સુધી વડાપ્રધાન મોદીનો આ ખાસ સંદેશ વારાણસીના 500 થી વધુ ઘરોમાં મોકલવામાં આવ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ આ સંદેશ સાથે કાશીના વિવિધ ક્ષેત્રોમાં સાહિત્ય, કલા, રાજકારણ, રમતગમત અને જાણીતી હસ્તીઓના ઘરે પહોંચી રહ્યા છે. ચોક્કસપણે, ચૂંટણી પહેલા કાશીના લોકોને વડાપ્રધાન મોદી દ્વારા મોકલવામાં આવેલો આ સંદેશ અનોખો માનવામાં આવી રહ્યો છે. પત્ર મળ્યા બાદ વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ પણ વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે.

(1:41 PM IST)