News of Friday, 24th May 2024
શહેરીકરણથી બહોળુ નુકસાન : ક્રોંક્રીટના જંગલોના કારણે ગરમીનું પ્રમાણ ૬૦ ટકા વધ્યું
ભુવનેશ્વરમાં ૯૦ ટકા, જમશેદપુરમાં ૧૦૦ ટકા, ઇન્દોરમાં ૬૬.૯ ટકા આંકડો પહોંચ્યો

નવી દિલ્હી તા. ૨૪ : એક સર્વેમાં દાવો કરવામા આવ્યો છે કે એકલામાં શહેરીકરણેᅠદેશના શહેરોમાં ગરમીમાંᅠ૬૦ ટકાનો વધારો થયો છે. પૂર્વી ભારતનાᅠટીયર -૨ શહેર તેનાથી સૌથી વધુ પ્રભાવિત છે. સર્વે મુજબ, શહેરી પરિદ્રશ્યમાં આવતા બદલાવ બાષ્પીભવનના કારણે વાતાવરણનાᅠઠંડા હોવાના પ્રભાવને ગુમાવી દે છે. શહેરોમાં વધતા કોન્ક્રીટᅠ અને ડામર વાયુ પ્રવાહમાં બદલાવ તેમજ વધતી પ્રાકૃતિક ગતિવિધિઓના લીધે ગરમીમાં વધારો થયો છે.
આઈઆઈટી ભુવનેશ્વરમાં સાથે જોડાયેલા શોધકર્તા સૌમ્યા સત્યકાંત સેઠી તેમજ વી વિનોઝના આ સર્વેના પરિણામો આંતરરાષ્ટ્રીય જર્નલ નેચર સિટીઝમાં પ્રકાશિત થયા છે.
શોધકર્તાઓએ બે દાયકા દરમ્યાન દેશના ૧૪૧ મુખ્ય શહેરોમાં વધતા તાપમાન પર શહેરીકરણ અને સ્થાનિક જળવાયુમાં આવતા બદલાવોમાંᅠપ્રભાવોમાંᅠસર્વે કરવામાં આવ્યો છે. શોધકર્તાઓનુંᅠમાનવું છે કે જયાં ગ્રામીણ અને બિન શહેરી ક્ષેત્રોમાં વધતા તાપમાનનાᅠપાછળનું કારણ ક્ષેત્રીય રીતે જળવાયુંᅠપરિવર્તન અને શહેરીકરણ બન્ને જવાબદાર છે.
સર્વે કરેલા શહેરોમાં શહેરીકરણના વધતા તાપમાનમાં અંદાજે ૦.૨ ડિગ્રી સેલ્સિયસ પ્રતિ દાયકાનું યોગદાન આપ્યું છે. તેનો અર્થ એ છે કે જવાબદાર છે. સર્વેમાં આંકડા મુજબ, કહેવામાં આવ્યું છે કે શહેરીકરણ જવાબદાર છે. સર્વેમાં આંકડા મુજબ, ભુવનેશ્વરમાં ગરમીમાંᅠ૯૦ ટકાનો વધારો થયો છે. જમશેદપુરમાં આ આંકડો ૧૦૦ ટકા નોંધાયો છે. રાયપુરમાં ૭૭.૭ ટકા, પટણામાંᅠ૬૭.૨ ટકા,ઇન્દોરમાં ૬૬.૯ ટકા, ભીલાઈમાંᅠ૬૫.૪ ટકા, ઔરંગાબાદમાં ૬૧.૮ ટકા, ભીલાઈમાંᅠ૬૫.૪ ટકા, પુણેના વધતા તાપમાનમાં ૬૧.૨ ટકાના વધારા માટે શહેરીકરણ જવાબદાર રહ્યું છે
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
