<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

લોકસભા ચૂંટણીમાં ૧૨૧ ઉમેદવાર નિરક્ષરઃ ૬૪૭ આઠમું પાસ

નવી દિલ્‍હી,તા.૨૪: લોકસભા ચૂંટણી ૨૦૨૪માં કુલ ૮,૩૬૦ ઉમેદવારોએ ઝંપલાવ્‍યું છે અને તેમાથી ૮,૩૩૭ ઉમેદવારોની શેક્ષણિક પヘાદભૂમિની એસોસિયેશન ફોર ડેમોક્રેટિક (ADR)એ ચકાસણી કરી છે. તેના રિપોર્ટ મુબજ આ ચૂંટણીમાં કુલ ઉમેદવારોમાંથી ૧૨૧ ઉમેદવાર અભણ છે, ૩૫૯ ઉમેદવાર આઠમું પાસ છે અને ૬૪૭ ઉમેદવાર આઠમુ પાસ છે, કુલ ૧,૩૦૩ ઉમેદવારોએ પોતાને ૧૨માં પાસ અને ૧૫૦૨ ઉમેદવારોએ પોતાને સ્‍નાતક જાહેર કર્યા છે, જયારે ૧૯૮ ઉમેદવાર પાસે ડોક્‍ટરેટની ડિગ્રી છે.

ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૬૩૯ ઉમેદવારોએ તેમની શૈક્ષણિક વિગતો આપી હતી તે મુજબ તે પાંચથી લઈ ૧૨મી પાસ હતા. જયારે ૮૩૬ ઉમેદવાર સ્‍નાતક હતા અથવા તેનાથી પણ ઊંચી ડિગ્રી ધરાવતા હતા. જયારે ફક્‍ત ૩૬ ઉમેદવારો પોતાને સાક્ષર ગણાવ્‍યા હતા અને ૨૬ એકદમ નિરક્ષર હતા. બીજા તબક્કામાં ૫૩૩ ઉમેદવારો પાંચથી બારમું ધોરણે પાસ હતા. જયારેᅠ ૫૭૪ ઉમેદવારો સ્‍નાતક કે સ્‍નાતકોતેર હતા. જયારે ૩૭ ઉમેદવારો પોતાને ફક્‍ત સાક્ષર ગણાવ્‍યા હતા, આઠ અંગૂઠાછાપ હતા અને ત્રણે તેમની શૈક્ષણિક વિગતો આપી ન હતી.

ત્રીજા તબક્કામાં ૬૩૯ ઉમેદવારોએ તેમને પાંચથી બાર પાસ ગણાવ્‍યા હતા. ૫૯૧ ઉમેદવારોએ તેમને સ્‍નાતક કે સ્‍નાતકોત્તેર ગણાવ્‍યા હતા. ચોથા તબક્કામાં ૬૪૪ ઉમેદવારોએ તેમને ધોરણ પાંચથી ૧૨ પાસ ગણાવ્‍યા હતા. જયારે ૯૪૪ ઉમેદવારોએ સ્‍નાતક કે સ્‍નાતકોત્તેર ગણાવ્‍યા હતા. ૩૦ ઉમેદવારોએ પોતાને સાક્ષર ગણાવ્‍યા હતા, તો ૨૬ નિરક્ષર હતા.પાંચમા-છઠ્ઠા તબક્કામાં આટલા ઉમેદવારો ૧૨માં ધોરણ પાસપાંચમાં તબક્કામાં ૨૯૩ ઉમેદવારાએ પાંચથી ૧૨ ધોરણ સુધીનો અભ્‍યાસ કર્યો હોવાનું જણાવ્‍યું હતું. છઠ્ઠા તબક્કામાં કુલ ૩૩૨ ઉમેદવારોમાં પાંચથી ૧૨માં ધોરણ પાસ છે. ૪૭૮ ઉમેદવારોએ પોતાને સ્‍નાતક કે સ્‍નાતકોત્તેર જણાવ્‍યા છે. ૨૨ ડિપ્‍લોમા હોલ્‍ડર છે, ૧૨ ઉમેદવારો સાક્ષર છે અને ૧૩ નિરક્ષર છે. સાતમાં તબક્કામાં કુલ ૪૦૨ ઉમેદવારો પાંચથી બારમુ ધોરણે પાસ છે.

(2:02 PM IST)