<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

હરિયાણામાં ગુરમીત રામ રહીમના ડેરા સચ્ચા સૌદા ભાજપનું સમર્થન કરશે :મતદાન પહેલા જાહેરાત

ગુરમીત રામ રહીમના ડેરા સચ્ચા સૌદાએ 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ માટે 15 સભ્યોની કમિટી બનાવાઈ

હરિયાણામાં લોકસભા ચૂંટણી પહેલા ગુરમીત રામ રહીમ સિંહના સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. તેમજ શુક્રવારે ચૂંટણી પ્રચાર પૂરો થતાની સાથે જ ડેરાએ 15 સભ્યોની કમિટીની ડ્યુટી લગાવી દીધી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ડેરા સચ્ચા સૌદા ચીફ ગુરમીત રામ રહીમ સિંહ બળાત્કાર અને હત્યાના મામલામાં દોષી સાબિત થયા હતા, ત્યારબાદ તે જેલમાં છે. તે જાન્યુઆરી 2024માં 50 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો.

   હરિયાણાની 10 લોકસભા સીટો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર મુકાબલો થવાનો છે. ભાજપે કોઈપણ ગઠબંધન વિના તમામ 10 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.  ઇન્ડિયા એલાયન્સ હેઠળ, હરિયાણાની એક સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તે જ સમયે, 9 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં છે

  . AAPના સુશીલ ગુપ્તા હરિયાણાની કુરુક્ષેત્રની માત્ર એક સીટ પર બીજેપીના નવીન જિંદાલ સામે ચૂંટણી લડી રહ્યા છે. બાકીની તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામ-સામે જંગ છે.

હરિયાણાની તમામ 10 લોકસભા સીટો માટે છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થવાનું છે. આ દરમિયાન ડેરા સચ્ચા સૌદાનું ભાજપને સમર્થન મોટી વાત માનવામાં આવી રહી છે. 

  મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે થોડા દિવસો પહેલા ભાજપના નેતાઓ રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીત ઉર્ફે પ્રિયંકા તનેજાને મળવા માટે કેમ્પમાં ગયા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નેતાઓએ હનીપ્રીત પાસેથી ભાજપ માટે સમર્થન માંગ્યું હતું. હનીપ્રીતે આ અંગે વિચારવા માટે થોડા દિવસનો સમય માંગ્યો હતો. આ પછી શુક્રવારે ડેરા સચ્ચા સૌદાએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

(2:27 PM IST)