News of Friday, 24th May 2024
હેવાન પિતાએ ૮ માસની દિકરીના હાથ પગ ભાંગી નાખ્યાઃ માતાની ફરિયાદ પર નોંધાયો કેસ

અનૂપ પૂરઃ મધ્યપ્રદેશના અનૂપપૂર જીલ્લામાં કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે. પિતાએ આઠ માસની પુત્રીને નિર્દયતા પૂર્વક મારી, જેના લીધે તેના હાથ,પગ અને કમરના હાડકા તુટી ગયા બાળકીને ગંભીર હાલતમાં હોસ્પીટલમાં દાખલ કરાઇ છે. બાળકીની માતાની ફરિયાદ પર આરોપી પિતા પર કેસ નોંધવામાં આવ્યો છે.
વિવેકનગર નિવાસી ખુશ્બુ મહેરાએ સુભાષ મહેરા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા થોડા દિવસોથી તેને પતિ સાથે માથાકૂટ ચાલી રહી છે. સુભાષ પત્ની અને બાળકીથી છૂટવા માંગે છે. આ બાબતે બન્ને વચ્ચે અવાર નવાર માથકૂટ થતી રહે છે. ખુશ્બુ બુધવારે બાળકીને પતિ પાસે મૂકીને બહાર ગઇ હતી.તે ઘરે પાછી આવી ત્યારે બાળકી રોઇ રહી હતી. સુભાષે કહયું કે તે પલંગ પરથી પડી ગઇ હતી.તેને હોસ્પીટલ લઇ ગઇ તો ખબર પડી કે તેના બન્ને હાથ એક પગ કમરના હાડકા તુટી ગયા હતા.
ડોકટરોનું કહેવું હતું કે પલંગ પરથી પડવાથી આટલી ઇજાઓ ના થઇ શકે આ ઘટનામાં પોલીસે પિતા પર કલમ ૨૯૪,૩૨૩, ૩૨૫ હેઠળ કેસ નોંધ્યો છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
