<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

રજનીકાંતને દુબઇ સરકાર તરફથી ‘ગોલ્‍ડન વીઝા'

 

મુંબઇ તા. ૨૪: સાઉથના સુપરસ્‍ટાર રજનીકાંતને યુએઇ સરકાર તરફથી ગોલ્‍ડન વિઝા મળ્‍યા છે અને આની તસવીરો સામે આવી છે. અભિનેતાનો એક વીડિયો પણ સામે આવ્‍યો છે, જેમાં તેઓ તેમને મળેલા સન્‍માન માટે સરકારનો આભાર માની રહ્યા છે. સાઉથના સુપરસ્‍ટાર રજનીકાંતને યુએઇના સંસ્‍કળતિ અને પર્યટન વિભાગ તરફથી ગોલ્‍ડન વિઝા મળ્‍યા છે. તેઓ તાજેતરમાં અબુ ધાબી ગયા હતા, જેમાં તેમને આ સન્‍માન મળ્‍યું છે. તેમણે આ સન્‍માન માટે સરકાર અને લુલુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્‍ટર એમએ યુસુફ અલીનો આભાર માન્‍યો છે. અભિનેતાએ ખુશી વ્‍યક્‍ત કરતા યુએઇ સરકારનો આભાર વ્‍યક્‍ત કર્યો. તેની તસવીર પણ સામે આવી છે, જે હવે ઈન્‍ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

અબુ ધાબી એક્‍ઝિકયુટિવ કાઉન્‍સિલના સભ્‍ય અને અબુ ધાબી સરકારના સંસ્‍કળતિ અને પર્યટન વિભાગ (ડીસીટી)ના અધ્‍યક્ષ મોહમ્‍મદ ખલીફા અલ મુબારકે યુસુફની હાજરીમાં રજનીકાંતને ગોલ્‍ડન વિઝા સોંપાયા હતાં. અભિનેતા યુસુફના ઘરે પણ ગયા હતા. ત્‍યાં તેમણે રોલ્‍સ રોયસ પણ ચલાવી હતી, જેનો વીડિયો અને ફોટો પણ વાયરલ થયા હતા. ગોલ્‍ડન વિઝાની સૌથી મોટી ખાસિયત એ છે કે આ વિઝા સાથે કયારેય પણ દુબઈ જઈ શકાય છે. યુએઇ સરકારના ગોલ્‍ડન વિઝા દરેકને નથી મળતા. આ માત્ર કેટલાક પસંદગીના ખાસ લોકોને જ મળે છે. જે કયારેય પણ કોઈ પણ સમયે દુબઈ આવી-જઈ શકે છે. ગોલ્‍ડન વિઝા લગભગ પાંચથી દસ વર્ષ માટે આપી શકાય છે. ભારતમાં ઘણા સેલિબ્રિટી પાસે ગોલ્‍ડન વિઝા છે. જેમાં શાહરૂખ ખાન, સંજય દત્ત, ક્રિતી સેનન, રણવીર સિંહ, કમલ હસન, સુનીલ શેટ્ટી સહિતના સામેલ છે.

(2:46 PM IST)