News of Friday, 24th May 2024
Google Pay પર નવું ફીચર આવે છે, પછી પેમેન્ટ કરવું ઘણું સરળ થઈ જશે
ટેકનોલોજી / હવે બેંક એકાઉન્ટમાંથી વગર પૈસે જ પેમેન્ટ કપાઈ જશે, યુઝર્સને મોજ પડી જશે, આવ્યું Google Payનું નવું ફીચર Buy Now Pay Later નો વિકલ્પ મળી રહ્યો છે. એટલે કે શોપિંગ પછી સરળતાથી પેમેન્ટ કરી શકો છો

નવી દિલ્હી, તા. ર૪ : Google Payનું નવું ફીચર આવી ગયું છે. આની મદદથી પેમેન્ટ કરવામાં ઘણી સરળતા થઈ જશે, કારણ કે યુઝર્સને ૩ નવા ફીચર મળવાના છે. એમાં સૌથી જોરદાર ફીચર છે Buy Now Pay Later. આ ફીચરમાં યુઝર્સને બેંક એકાઉન્ટથી પૈસા કપાયા વગર જ પેમેન્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. આ ખૂબ જ જોરદાર ફીચર છે.Google Pay તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ ફીચરનો ઉપયોગ કરવાથી સરળતા થઈ જશે. એટલે કે જયારે પેમેન્ટ કરો છો, ત્યારે તરત જ પૈસા નહીં આપવા પડે. આ માટે તમે Installment વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. એટલે કે આમાં ધીમે-ધીમે પેમેન્ટ કરશો. એટલે કે આ ફીચર એક રીતે તમારા માટે ક્રેડીટ કાર્ડના ઉપયોગ જેવું જ છે. ઘણા લોકો માટે પેમેન્ટ કરવાનું આ ફીચર ખૂબ જ શાનદાર વિકલ્પ સાબિત થવાનું છે.Chrome પર પણ આ વાપરી શકશો આ ફીચર સાથે જ Google Pay તરફથી એક વધુ ફીચર એડ કરવામાં આવ્યું છે. જેમાં Google Pay અને Android પર Autofill ઇનેબલ કરવામાં આવે છે. એટલે કે ફિંગરપ્રિન્ટ, ફેસ સ્કેનિંગ કે પીનનો ઉપયોગ કરીને વિગતો ઓટોફિલ કરી શકશો. આ પછી પેમેન્ટ કરવું ઘણું સરળ થઈ જશે. એકવાર આ ફીચર ઇનેબલ કર્યા પછી તમને વધુ સિકયોરીટી સવાલો નહીં કરવામાં આવે.Google Wallet Google તરફથી થોડા સમય પહેલા જ Wallet એપ લાવવામાં આવી હતી, આ એક ડિજિટલ વોલેટ છે જેનો ઘણા લોકો ઉપયોગ કરી રહ્યા છે. આમાં બધી કાર્ડ ડિટેલ એડ કરી શકો છો. એકવાર આમ કરી લીધા પછી વધુ ચિંતા કરવાની જરૂર નથી રહેતી. તેને તમે પેમેન્ટ એપ સાથે કનેક્ટ પણ કરી શકો છો અને આ પછી પેમેન્ટ કરવાનું ઘણું સરળ થઈ જશે. આ એપ એવા લોકો માટે ઘણી શાનદાર સાબિત થવાની છે જે પેમેન્ટ એપ પર વધારે ધ્યાન આપે છે
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
