<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

૧૬ વર્ષની વયે એવરેસ્‍ટ સર કર્યો

ભારતીય નૌસેનાના કમાંડરની પુત્રી કામ્‍યાએ સચ્‍યો ઇતિહાસ નેપાળ તરફથી એવરેસ્‍ટ ચઢનારી સૌથી નાની વયની ભારતીય

જમશેદપુર તા. ર૪: કામ્‍યા કાર્તિકેયન નેપાળ તરફથી વિશ્‍વના સૌથી ઉંચા પર્વત શિખર માઉન્‍ટ એવરેસ્‍ટને સર કરનારી સૌથી નાની વયની ભારતીય બની ગઇ છે. તેણે આ સિધ્‍ધી માત્ર ૧૬ વર્ષની ઉંમરે મેળવી છે.

જમશેદપુર સ્‍થિત ટાટા સ્‍ટીલ એડવેંચર ફાઉન્‍ડેશને ગુરૂવારે આ માહિતી આપતા જણાવ્‍યું કે કામ્‍યાએ પોતાના પિતા અને ભારતીય નૌસેનાના કમાંડર એસ. કાર્તિકેયન સાથે એવરેસ્‍ટ શિખર સર કર્યું હતું.

કામ્‍યા અને તેના આર્મીમેન પિતા ર૦ મે એ એવરેસ્‍ટના ૮૮૪૯ મીટર ઉંચા શિખર પર પહોંચ્‍યા હતા. કામ્‍યા મુંબઇના નૌસેના બાળ વિદ્યાલયમાં બારમા ધોરણની વિદ્યાર્થીની છે. કામ્‍યા પ્રધાનમંત્રી રાષ્‍ટ્રીય બાળ શકિત પુરસ્‍કારથી સન્‍માનિત થઇ ચૂકી છે.

નેપાળ મહિલાએ બનાવ્‍યો વિશ્‍વ રેકોર્ડ

૧૪ કલાક ૩૧ મીનીટમાં એવરેસ્‍ટના શિખરે પહોંચી ગઇ

નેપાળી પર્વતારોહી ફુજો લામા ગુરૂવારે ૧૪ કલાક અને ૩૧ મીનીટમાં એવરેસ્‍ટના શિખર પર પહોંચી ગઇ હતી. કોઇ મહિલા દ્વારા એવરેસ્‍ટ પર સૌથી ઝડપથી ચડવાનો આ વિશ્‍વ રેકોર્ડ છે. સામાન્‍ય રીતે એવરેસ્‍ટના શિખર પહોંચવામાં કેટલાય દિવસો લાગે છે.

(2:49 PM IST)