News of Friday, 24th May 2024
જીવિત મહિલા ખાતાધારકને મૃત બતાવીઃ વીમા કંપનીમાંથી કલેઇમ કરીને ખાતુ કરી દીધુ બંધઃ બેંક કેશીયરે ખેલ તો કર્યો પણ ઝડપાઇ ગયો

બેંકના કેશીયરે ખાતા ધારકની લોન સમાપ્ત કરવા માટે ચૂકવાયેલ પૈસા બેંકમાં જમા ના કર્યા અને લોન એકાઉન્ટને કલોઝ કરવા માટે ખાતાધારકની પત્નીનું બોગસ ડેથ સર્ટીફીકેટ બનાવી વીમો કલેઇમ કરીને એ પૈસાથી લોન ચૂકવીને લોન એકાઉન્ટ બંધ કરી દીધું.
ખાતા ધારકની ફરિયાદ પર પોલીસે બેંકના કેશીયર વિરૂધ્ધ ૪ર૦નો કેસ નોંધ્યો છે. જો કે પોલિસ હજુ સુધી આરોપીને ગિરફતાર નથી કરી શકી.
મળતી માહિતી અનુસાર, સકતી નિવાસી પુરૂષોત્તમ દેવાંગન અને તેની પત્ની ઉર્મિલા દેવાંગને મળીને સકતીની બંધન બેંકમાંથી બે લાખ રૂપિયાની લોન લીધી હતી. તેના બદલામાં તેમના દ્વારા દર મહિને ૧૦ હજાર રૂપિયાનો હપ્તો ચૂકવવામાં આવતો હતો. વચ્ચે પૈસાની વ્યવસ્થા થઇ જતા બાકીની રકમ એક જ હપ્તામાં દોઢ લાખ ચૂકવીને ખાતુ બંધ કરાવતા તે બેંકમાં ગયો હતો. તેણે પૈસા જમા કરાવવા માટે કેશીયરને આપ્યા. કેશીયરે તેને રકમ જમા થયાની રસીદ પણ આપી. પણ કેશીયર કમલેશ સિંહે રકમ ખાતામાં જમા કરવાના બદલે પોતે રાખી લીધી.
બંધન બેંકના બ્રાંચ મેનેજર અશોક સાહૂએ જણાવ્યું કે ખાતા ધારકની ફરિયાદ પર કેશીયરને પહેલા સસ્પેન્ડ અને તપાસમાં આરોપો સાચા હોવાનું જણાયા પછી તેને ટર્મીનેટ કરી નખાયો છે.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
