<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

શેર બજારે ફરીથી કરી કમાલ : નિફ્ટી પ્રથમ વખત ૨૩૦૦૦ને પાર

શેર બજારે સતત બીજા દિવસે ઇતિહાસ રચી દીધો નિફ્ટી અને સ્ટોક એકસેન્જ ઓલ ટાઈમ હાઈ લેવલ પર

મુંબઇ, તા.૨૪: શેરબજાર આજે લાલ નિશાનમાં ખુલ્યું હતું. સેન્સેકસ ૮૨.૫૯ પોઈન્ટ ઘટીને ૭૫,૩૩૫.૪૫ના સ્તરે અને નિફ્ટી ૩૬.૯૦ પોઈન્ટની નબળાઈ સાથે ૨૨૯૩૦ પર ખુલ્યો હતો. જોકે, આ ઘટાડો લાંબો સમય ટકી શક્યો નહીં અને નિફ્ટીએ ઈતિહાસ રચીને ૨૩ હજારની સપાટી વટાવી દીધી. આ લખાય છે ત્યારે સેન્સેકસ૧૧૯ વધીને ૭૫૫૩૭ અને નિફ્ટી ૩૯ વધી ને ૨૩૦૦૬ ઉપર  ટ્રેડ  કરે છે

જ્યારે ગુરુવારે એટલે કે ગઈકાલે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેકસ ૧૨૦૦ પોઈન્ટથી વધુ વધીને ૭૫૪૦૦ને પાર કરી ગયો હતો, જ્યારે નિફ્ટી ૨૨૯૯૩ સુધી પહોંચી ગયો હતો.

BSE સેન્સેકસના ટોચના ૩૦ શેરોમાં માત્ર ૮ શેરોમાં જ વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે ૨૨ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી મોટો ઘટાડો TCSના શેરમાં થયો છે. તે લગભગ ૧ ટકા ઘટીને ૩૮૫૭ રૂપિયા પર આવી ગયો છે. જ્યારે L&Tના શેરમાં સૌથી વધુ ૧.૨૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જે ૩૬૨૯ રૂપિયા પ્રતિ શેર પર ટ્રેડ કરી રહ્યો છે

(4:08 PM IST)