<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

આજે શા માટે ઉજવાય છે નેશનલ બ્રધર્સ ડે ?

નવી દિલ્હી, તા.૨૪: નેશનલ બ્રધર્સ ડે દર વર્ષે ૨૪ મેના રોજ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ ભાઈઓને સમર્પિત છે. ભાઈનો દિવસ ઉજવવાનો હેતુ ભાઈપ્રબહેન વચ્ચેના પ્રેમને પ્રોત્સાહન આપવાનો અને તેમને વિશેષ અનુભવ કરાવવાનો છે.બ્રધર્સ ડેની શરૂઆત અમેરિકામાં ૨૦૦૫માં થઈ હતી. સી ડેનિયલ રોડ્સે અમેરિકાના અલાબામામાં આ દિવસની સૌપ્રથમ ઉજવણી કરી હતી. તેઓ વ્યવસાયે કલાકાર અને લેખક હતા. વિશ્વભરના ભાઈઓના પ્રયત્નો અને યોગદાનની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે ૧૦ એપ્રિલના રોજ ભાઈ-બહેનનો દિવસ ઉજવવામાં આવે છે. જેને નેશનલ સિબલિંગ ડે પણ કહેવામાં આવે છે.બ્રધર્સ ડેનું વિશેષ મહત્વ : ભાઈઓના પ્રયત્નો અને યોગદાનને ખાસ કરીને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને રશિયામાં પણ ૨૪ મેના રોજ બ્રધર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને ભેટ આપીને વિશેષ અનુભવ કરાવે છે અને આ દિવસ વધુ વિશેષ બની જાય છે.

(4:13 PM IST)