<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

વિનાશક વાવાઝોડુ 'રેમલ' ઝડપભેર આગળ વધે છે : રવિવારે બાંગ્લાદેશ અને બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે

પ.બંગાળ, ઉ.ઓડીશા, મિઝોરમ, ત્રિપુરા, દ.મણિપુરના કાંઠાના જિલ્લામાં ૨૬-૨૭ના ભારે વરસાદ પડશે

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું હતું કે, બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર વધુ તીવ્ર બનશે. આઇએમડીએ કહ્યું કે રવિવારે ગંભીર ચક્રવાત 'રેમલ' વાવાઝોડાના રૂપમાં બાંગ્લાદેશ અને તેની નજીકના બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. ચક્રવાતને કારણે ૧૦૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.હવામાન વિભાગે જણાવ્યું હતું ક, ચક્રવાતી તોફાન રેમલને કારણે પશ્ચિમ બંગાળ, ઉત્ત્।ર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૨૬-૨૭ મેના રોજ ભારે વરસાદ પડી શકે છે. જેને લઈ સાવચેતીના ભાગરૂપે આઇએમડીએ દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને ૨૭ મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.

૨૭ મે ના રોજ આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ (૧૧૫.૫-૨૦૪.૫ એમએમ) થઈ શકે છે.આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્ત્।ર પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીના મોજાને કારણે તીવ્ર ગરમીની સંભાવના છે. આઇએમડી એ ૨૭ મે, ૨૦૨૪ના રોજ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પૂર્વી ઉત્ત્।ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને વિદર્ભના જુદા જુદા સ્થળોએ ગરમીની લહેરની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, શુક્રવાર (૨૪ મે)ના  ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં હીટ વેવની સ્થિતિની સંભાવના છે.

(4:28 PM IST)