News of Friday, 24th May 2024
લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા રવિવારે પરિચય પસંદગી સમારોહ
૪૦૯ યુવક-યુવતિ ભાગ લેશે : ઉમેદવારો અને ઉપસ્થિત તમામને બીએસએનએલનું સીમકાર્ડ વિનામુલ્યે : સાંજે ભોજનની વ્યવસ્થા : સમગ્ર કાર્યક્રમનું ફેસબુક પર કરાશે લાઇવ પ્રસારણ : બે વિશાળ સ્ક્રીન પર સતત ડીસ્પ્લે : ફ્રાન્સ, પેરીસ, ફલોરીડા, ઓમાન, મસ્કત એમ દેશ-વિદેશથી મહેમાનો ઉપસ્થિત રહેશે

રાજકોટ તા. ૨૪ : લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા રઘુવંશી સમાજના લગ્નોત્સુક ગ્રેજયુએટ યુવક યુવતિઓ માટે આગામી તા. ૨૬ ના રવિવારે પરિચય સમારોહનું આયોજન કરાયુ છે.
'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મંડળના આગેવાનોએ જણાવ્યુ હતુ કે તા. ૨૬ ના બપોરે ર વાગ્યાથી મોડી સાંજ સુધી હેમુગઢવી હોલના વાતાનુકુલિત વાતાવરણમાં આયોજીત આ સમારોહમાં કુલ ૪૦૯ યુવક - યુવતિઓ ભાગ લેશે. રજીસ્ટ્રેશન રવિવારે બપોરે ૧.૩૦ વાગ્યાથી સ્થળ પર શરૂ થશે.
યુવક યુવતિઓના ફોટા સાથેની બાયોડેટાની ડીરેકટરીનું આ તકે વિમોચન કરાશે અને તમામ ઉમેદવારોને પણ વિતરીત કરાશે. ક્રમાંક નંબર સાથેના બેઇઝ અપાશે. એન્ટ્રી કાર્ડ પર ત્રણ વ્યકિતને પ્રવેશ હશે. તમામ માટે ચા-પાણી અને સાંજના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.
કાર્યક્રમનું ફેસબુક પર લાઇવ પ્રસારણ કરાશે. તેમજ સ્થળ પર બે મોટા સ્ક્રીન તથા ટી.વી. સ્ક્રીન પર પણ કાર્યક્રમ નિહાળી શકાય તવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યુવક યુવતિના બાયોડેટાની સ્લાઇડ તેના પર ડીસ્પ્લે થતી રહેશે.
બીએસએનએલ રાજકોટના ઓથોરાઇઝડ ફ્રેન્ચાઇઝી સી. એમ. મજીઠીયા દ્વારા ઉપસ્થિત તમામ ઉમેદવારો-વાલીઓ-મહેમાનોને બીએસએનએલ નું ૪-જી સીમકાર્ડ વિનામુલ્યે અપાશે. જેમાં રૂ. ૨૪૯ નો ટોકટાઇમ અને ૪૫ દિવસની વેલીડીટી ર-જી ડેટા પણ મળશે. આ માટે લાભ લેનારે ઓરીજનલ આધારકાર્ડ રજુ કરવાનું રહેશે.
૧૨ માં પરિચય પસંદગી સમારોહના અધ્યક્ષસ્થાને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ તથા લોહાણા મહાજનની ટીમ ઉપસ્થિત રહેશે.
ડીરેકટરીમાં યુવક-યુવતિઓના બાયોડેટા સાથે શુભેચ્છા સંદેશાઓ આવરી લેવાયા છે. 'અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા, ડો. નિશાંતભાઇ ચોટાઇ, રાજુભાઇ પોબારૂ વગેરેનો આ માટે સહયોગ મળેલ છે.
ઉપરાંત રઘુવંશી સમાજના અગ્રણીઓ દાતાઓ સર્વશ્રી હરેશભાઇ લાખાણી પરિવાર, ધ ડીએમએલ ગ્રુપ, વેદમાતા કોલ્ડ સ્ટોરેજ, સ્વ. પ્રભુદાસ નારણજી જસાણી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના અગ્રણીઓ- રાજુભાઇ જસાણી, યોગેશભાઇ જસાણી, મીનાબેન જસાણી, કિશોરભાઇ કોટક, જીમ્મીભાઇ દક્ષીણી, શ્રીમતી મીનાબેન દક્ષીણી, નર્મદાબેન પ્રભુદાસભાઇ, સંજયભાઇ કકકડ તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં વિનામુલ્યુ મેરેજ બ્યુરો ચલાવતા તમામ અગ્રણીઓ, રઘુવંશી સંસ્થાઓના અગ્રણીઓ, શુભેચ્છકો, દાતાઓનો સહયોગ મળેલ છે.
ડીરેકટરીમાં લોહાણા યુવક પ્રગતિ મંડળનો વાર્ષિક અહેવાલ, સંસ્થાની પ્રવૃત્તિની ઝલક પણ દર્શાવવામાં આવી છે.
પરિચય સમારોહમાં ફ્રાન્સ, પેરીસ, ફલોરીડા, મુંબઇ, નાગપુર, ઓમાન, મસ્કત, પુના, સુરત એમ દેશ-વિદેશમાંથી મહેમાનો ઉપસ્થિત રહેશે.
સંસ્થાના હોદેદારો માટે પણ ડ્રેસકોડ નકકી કરવામાં આવ્યો છે. યલ્લો, રેડ એમ અલગ અલગ કલરમાં ડ્રેસકોડ અપાયા છે.
મહિલા સંસ્થાઓના પ્રમુખો શ્રીમતી કાશ્મીરાબેન નથવાણીની આગેવાની હેઠળ વાલીઓ સાથે મીટીંગ સંકલન કરી સહયોગ આપશે.
કાર્યક્રમમાં મનુભાઇ મીરાણી, શ્રીનાથજી મેરેજ બ્યુરોના ભુપેન્દ્રભાઇ અનડકટ, અમરશીભાઇ રૂઘાણી, મુકેશભાઇ તન્ના, ચેતનાબેન મિશ્રાણી (જુનાગઢ), સપનાના વાવેતરની ટીમ મુંબઇના મનુભાઇ, મહેશભાઇ રાજા (મોરબી), કિરીટભાઇ કંથારીયા, કેતનભાઇ કોટક, કર્મચારી મંડળના હસુભાઇ દતાણી (ખંભાળીયા), નરેન્દ્રભાઇ પુજારા (સુરેન્દ્રનગર), અનીષભાઇ રાચ્છ (વેરાવળ), શ્રીરામ મેરેજ બ્યુરોવાળા આશીષભાઇ, મોન્ટુભાઇ, બજરંગ ગ્રુપ, પુજારાભાઇ, કાથરાણીભાઇ, જલારામ મેરેજ બ્યુરો (મોરબી) સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે.
સમારોહમાં રાજુભાઇ પોબારૂ સાથે કેતનભાઇ ઠકકર, આઇપીએસ જિલ્લા વિકાસ અધિકારી પોરબંદરના હસ્તે દીપપ્રાગટય કરાશે. સાથે ચેતન નંદાણી ડે. મ્યુ. કમિશ્નર, ડો. નિશાંતભાઇ ચોટાઇ (કારોબારી પ્રમુખ), મનીષભાઇ રાડીયા દંડક શાસક પક્ષ મ્યુ. કોર્પોરેશન, વિક્રમભાઇ પુજારા ચેરમેન નગર પ્રા.શિ. સમિતિ, નવીનભાઇ ઠકકર ઉપપ્રમુખ રાજકોટ કેળવણી મંડળ, હરીશભાઇ લાખાણી, મીનાબેન જસાણી, રાજુભાઇ જસાણી, કિશોરભાઇ કોટક, રૂપલબેન રાજદેવ, શ્રીમતી રીટાબેન ભુપેન્દ્રભાઇ કોટક, ધવલભાઇ દિનેશભાઇ કારીયા, રમેશભાઇ ઠકકર, નટુભાઇ કોટક તેમજ દાતાઓ અને રઘુવંશી સમાજના અગ્રણીઓ શુભેચ્છકો ઉપસ્થિત રહેશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા યુવક પ્રગતિ મંડળના હોદેદારો યોગેશ જસાણી (મો.૯૪૨૬૨ ૧૬૭૯૪), ડો. નીતીન રાડીયા,ા હિતેશભાઇ પોપટ, અશોકભાઇ હિન્ડોચા (મો.૯૪૨૬૨ ૫૪૯૯૯), પ્રકાશ સુચક (મો.૯૯૨૫૨ ૦૬૩૫૩), પરેશભાઇ તન્ના (મો.૯૮૨૪૦ ૧૦૭૮૮), જીમ્મીભાઇ દક્ષીણી, મનસુખભાઇ કોટેચા, અલ્પેશ માનસાતા, રાજેશભાઇ અઢીયા, કન્વીનરો જયંતભાઇ બુધ્ધદેવ (મો.૯૯૦૪૩ ૬૯૭૪૩), પિયુષભાઇ તન્ના, રાજુભાઇ સેજપાલ, જયદીપ રાજવીર, અશ્વિન કાનાબાર, કમલનયન ભાયાણી, નરેન્દ્રભાઇ ભાતેલીયા, ડો. સંજયકુમાર ઠકરાર, સંજયભાઇ કકકડ, પ્રકાશભાઇ ઠકકર, ધ્રુવિલભાઇ જસાણી, ભુપેન્દ્રભાઇ કોટક, પાર્થ જસાણી, મીત રાચ્છ, વિનોદભાઇ બુધ્ધદેવ, દિનેશભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા યોગેશભાઇ જસાણી, ડો. નીતિનભાઇ રાડીયા, હિતેશભાઇ પોપટ, અશોક હિન્ડોચા, પ્રકાશ સુચક, પરેશભાઇ તન્ના, જીમ્મીભાઇ દક્ષીણી, મનસુખભાઇ કોટેચા, અલ્પેશ માનસાતા, રાજેશ અઢીયા, જયંતભાઇ બુધ્ધદેવ, પિયુષભાઇ તન્ના, રાજુભાઇ સેજપાલ, અશ્વિન કાનાબાર, જયદીપ રાજવીર, કમલનયન ભાયાણી, નરેન્દ્ર ભાતેલીયા, ડો. અજયકુમાર ઠકરાર, ધ્રુવિલ જસાણી, પાર્થ જસાણી, ભુપેન્દ્રભાઇ કોટક નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
