<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

ત્રણ ભાઇઓ બન્યા એકમેકની પ્રેરણાઃ દેશ સેવા કાજે કાર્યરત

આજે બ્રધર્સ ડે સૌથી નાનો ભાઇ ર૦૧૮માં સીએએફમાં પસંદ થતા બંન્ને મોટાભાઇઓએ પણ પ્રેરણા લઇ પોલીસ અને એસટીએફમાં જોડાયા


જયપુર તા.ર૪ : આજે બ્રધર્સ ડે છે . આ પ્રસંગે  ત્રણ ભાઇઓની મહેનત વાત ખુબ જ રસપ્રદ છે. રાજસ્થાનના ડોંગરગઢના ખેડૂત સુરેશ યાદવના ત્રણ પુત્રો ઉમેશ, હરિશ અને અરવિંદ દેશ સેવા કાજે કાર્યરત છે. ત્રણેય એક બીજાની પ્રેરણા બન્યા છે.

ત્રણેય ભાઇઓમાં સૌથી નાના અરવિંદની ર૦૧૮માં સીએએફમાં પસંદગી થઇ હતી. તેણે સવારે છાપા વિતરણ બાદ એકલા જ ગ્રાઉન્ડમાં તૈયારીઓ શરૂ કરી હતી. દેશ સેવા એવી લગની અરવિંદને લાગીહ તી કે આકરા તાપમાં પણ પ્રેકટીસ કરતો.

અરવિંદના પસંદ થયા બાદ વચલા ભાઇ હરિશે તેની પાસેથી પ્રેરણા લઇ તૈયારીઓ શરૂ કરી હતી અને એસટીએફમાં પસંદગી મેળવી હતી. ત્યારબાદ સૌથી મોટાભાઇ ઉમેશે પણ આકરી મહેનત કરી પોલીસ ફોર્સ જોઇન કરી હતી.

(5:10 PM IST)