<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

પુસ્તક જમા કરાવવા મશીનઃ ઇસ્યુ વિના બહાર જતા પુસ્તકમાં વાગશે એલાર્મ

બીકાનેર : જો તમે વાંચવાના શોખીન છો તો તમારા માટે સારા સમાચાર છે. મહારાજ ગંગાસિંહ યુનિવર્સિટી ખાતે પુસ્તક જમા કરાવવા મશીન લગાડવામાં આવ્યું છે, જે ર૪ કલાક કાર્યરત રહેશે એટલું જ નહી પણ પુસ્તક ઇસ્યુ કરાવ્યા વગર બહાર લઇજશે તો એલાર્મ રણકી ઉઠશે અને સાથે જ સંબંધીત વ્યકિતને મેસેજ પણ આવશે કે કયુ પુસ્તક નોંધણી વિના પરિસરની બહાર જઇ રહયું છે. આ ટેકનીકથી પુસ્તકોની ચોરી અટકાવી શકાશે. આ ટેકનીક માટે આરએફઆઇડી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી રેડીયો રીકવન્સી પર કાર્ય કરે છે. આ માટે પુસ્તકમાં અરએફ ચીપ લગાડાઇ છે.

(5:11 PM IST)