<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

દિલ્‍હીના અલીપુર સ્‍થિત કાર્નિવલ રિસોર્ટમાં આગ ભભૂકતા ફાયરબ્રિગેડની ટીમો દ્વારા પાણીનો મારો

શોર્ટ સર્કીટના કારણે આગ ભભૂકીઃ કોઇ જાનહાનિ નથી

 

 

નવી દિલ્હી: દિલ્હીના અલીપુરમાં કાર્નિવલ રિસોર્ટમાં આગ લાગી હતી.  હાલમાં અનેક ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે.  મળતી માહિતી મુજબ, હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિના સમાચાર નથી.  શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.  આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.  જેમાં જોઈ શકાય છે કે રસ્તા પર જ્વાળાઓ દેખાઈ રહી છે.  પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.

(5:46 PM IST)