News of Friday, 24th May 2024
ચારધામ યાત્રા ઉપર કેન્દ્ર સરકાર પોતે જ નજર રાખશેઃ દરરોજનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલાશે
યાત્રામાં વધતી ભીડના કારણે વધુ સમસ્યા ન સર્જાય તે માટે નિર્ણય

નવી દિલ્હી: ચારધામ યાત્રામાં ભીડ વ્યવસ્થાપન અંગેની ફરિયાદો વચ્ચે, કેન્દ્રએ હવે યાત્રા પર નજર રાખવાનું શરૂ કર્યું છે અને યાત્રિકોના દૈનિક અહેવાલો ગૃહ મંત્રાલયને મોકલવાનો નિર્દેશ પણ આપ્યો છે.
આ વખતે ચારધામની યાત્રાએ જનારા ભક્તોની સંખ્યામાં ભારે વધારો થયો છે. કેદારનાથ અને બદ્રીનાથથી લઈને ગંગોત્રી અને યમુનોત્રી સુધી દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળે છે. આવી સ્થિતિમાં ચારધામ યાત્રામાં વધતી ભીડને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં, ભીડ વ્યવસ્થાપન સંબંધિત ફરિયાદો વચ્ચે કેન્દ્રએ હવે યાત્રા પર નજર રાખવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચારધામ યાત્રાનો દૈનિક રિપોર્ટ પણ માંગ્યો છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
