<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

પુણે પોર્શ અકસ્માત કેસ: શું સગીરે પોલીસ સ્ટેશનમાં પીઝા પાર્ટી કરી હતી?; હવે પોલીસે મોટો દાવો કર્યો

પોલીસ કમિશનર અમિતેશ કુમારનું નિવેદન સામે આવ્યું;તેણે કહ્યું, "એવું નહોતું કે તેઓ બધા એટલા નશામાં હતા કે તેઓ કંઈ સમજી શકતા ન હતા

પુણેમાં પોર્શ કાર અકસ્માતમાં બે લોકોના મોત બાદ દેશભરમાં ગુસ્સાનું વાતાવરણ છે. આ કેસને લઈને દરરોજ કોઈને કોઈ મોટી માહિતી બહાર આવી રહી છે. હવે આ સમગ્ર મામલાને લઈને પોલીસ કમિશનર અમિતેશ કુમારનું નિવેદન પણ સામે આવ્યું છે

   પુણે કાર અકસ્માતના કેસ અંગે કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે, "અમારી પાસે પબમાં દારૂ પીતો હોવાના CCTV ફૂટેજ છે. મારો કહેવાનો મતલબ એ છે કે બ્લડ રિપોર્ટના આધારે અમારો કેસ એકલો નથી, અમારી પાસે અન્ય પુરાવા પણ છે. તે (સગીર આરોપી) ભાનમાં હતો. એવું નહોતું કે તેઓ બધા એટલા નશામાં હતા કે તેઓ કંઈ સમજી શકતા ન હતા. તે સંપૂર્ણ રીતે જાણતો હતો કે તેના વર્તનને કારણે કલમ 304 જેવી ઘટના બની શકે છે." પોલીસ કમિશનર અમિતેશ કુમારે પોલીસ સ્ટેશનમાં પીઝા પાર્ટી વિશે કહ્યું કે "તેના કોઈ પુરાવા નથી." .

  પુણે પોલીસ વડાએ કહ્યું કે આંતરિક તપાસમાં કેસ નોંધતી વખતે પોલીસની ભૂલો સામે આવી છે. તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, પૂણેમાં પોર્શ કાર સાથે અથડામણમાં બે લોકોના મોત થયા હતા. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પોર્શ કાર અકસ્માત કેસમાં સંડોવાયેલા 17 વર્ષના છોકરાના દાદાની પણ પૂછપરછ કરી છે.

  અધિકારીએ કહ્યું કે ફોરેન્સિક ટીમે અકસ્માતમાં સામેલ પોર્શે કારનું નિરીક્ષણ કર્યું છે. આ કેસની તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ આરોપી કિશોરના મિત્ર અને ભૂતપૂર્વ ડ્રાઈવરની પણ પૂછપરછ કરી હતી.

 પુણેના કલ્યાણી નગરમાં રવિવારની વહેલી સવારે, એક સગીર ડ્રાઈવરે કથિત રીતે પોર્શ કાર ચલાવતા મોટરસાઈકલ પર મુસાફરી કરી રહેલા બે સોફ્ટવેર એન્જિનિયરોને કચડી નાખ્યા હતા, જેમાં બંનેના મોત થયા હતા

(6:56 PM IST)