<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

સ્વાતિ માલીવાલ કેસ: બિભવ કુમારને ચાર દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો

બિભવ કુમાર પર રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર મુખ્યમંત્રી આવાસ પર હુમલો કરવાનો આરોપ

નવી દિલ્હી:દિલ્હીની તીસ હજારી કોર્ટે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં આરોપી બિભવ કુમારને ચાર દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. બિભવ કુમાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએસ છે. બિભવ કુમાર પર રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર મુખ્યમંત્રી આવાસ પર હુમલો કરવાનો આરોપ છે. આ મામલામાં દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધીને 18 મેના રોજ બિભવ કુમારની ધરપકડ કરી હતી

  બિભવ કુમારની દિલ્હી પોલીસે 18 મેના રોજ ધરપકડ કરી હતી. દિલ્હીની તીસ હજારી કોર્ટે આરોપી બિભવ કુમારને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. શુક્રવારે, તેની કસ્ટડીની મુદત પૂરી થાય તે પહેલાં, પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ વધારી દીધા હતા. જો કે, તેની ધરપકડ પહેલા જ બિભવ કુમારે આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ નિર્ણય લેવાય તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેથી આગોતરા જામીન પર સુનાવણી થઈ શકી નથી 

  સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસમાં નોંધાવેલી એફઆઈઆરમાં જણાવ્યું કે 13 મેના રોજ તે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ઘરે મળવા ગઈ હતી. તે મુખ્યમંત્રીના ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી અને રાહ જોઈ રહી હતી ત્યારે મુખ્યમંત્રીના પીએસ બિભવ કુમાર આવ્યા અને તેને મારવાનું શરૂ કર્યું. બિભવ કુમારના હુમલા વખતે સ્વાતિ માલીવાલ ચીસો પાડતી રહી પણ મદદ કરવા કોઈ આવ્યું નહીં. લગભગ ત્રણ દિવસના મૌન પછી સ્વાતિ માલીવાલે એફઆઈઆર નોંધાવી. આ પછી દિલ્હી પોલીસે બિભવ કુમારની ધરપકડ કરી હતી. 23 મેના રોજ સ્વાતિ માલીવાલે એક ઈન્ટરવ્યુમાં આશંકા વ્યક્ત કરી હતી કે સંભવ છે કે બિભવ કુમારે કોઈના ઉશ્કેરણી પર આ હુમલો કર્યો હોય. તેણે કહ્યું કે તે આ મામલે અરવિંદ કેજરીવાલને ક્લીન ચિટ પણ નથી આપી રહી

(7:27 PM IST)