News of Friday, 24th May 2024
મારા પછી આગામી ટારગેટ બીજા બે રાજ્યના મુખ્યમંત્રી
અરવિંદ કેજરીવાલનું નિવેદનઃહું સીએમ પદ પરથી રાજીનામું આપી દઈશ તો આગામી ટારગેટ મમતા બેનરજી અને પિનરાઈ વિજયન બનશે

નવી દિલ્હી, તા.૨૪
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તાજેતરમાં એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ઘણા મુદ્દાઓ પર પૂછાયેલા સવાલોના હિંમતભેર જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ સામે પણ નિશાન સાધ્યું હતું. કેજરીવાલે દાવો કર્યો હતો કે જો હું સીએમ પદ પરથી રાજીનામું આપી દઈશ તો આગામી ટારગેટ પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન બનશે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમે કેમ કહ્યું હતું કે હવે પીએમ મોદી નહીં પણ અમિત શાહ વડાપ્રધાન બનશે? તેના જવાબમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે જવાબ આપ્યો કે તમે ઇન્ટરનેટ પર સર્ચ કરો. અમિત શાહે પોતે ૨૦૧૯માં કહ્યું હતું કે તેઓ ૭૫ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને નિવૃત્ત કરી રહ્યાં છે. તે હેઠળ જ અડવાણી, મુરલી મનોહર જોશી, યશવંત સિંહાને નિવૃત્ત કરાયા. શિવરાજ, વસુંધરા, ખટ્ટર, બધાને દૂર કરવામાં આવ્યા. યોગીને પણ હટાવવાની વાત ચાલી રહી છે જેથી અમિત શાહનો રસ્તો સાફ થઈ શકે. કેજરીવાલે કહ્યું કે પીએમ મોદીએ એ વાતનો ખુલાસો કરવો જોઇએ કે આ નિયમ પોતાના માટે નથી બનાવ્યો.
સીએમ પદ પરથી રાજીનામું ન આપવાના સવાલ પર કેજરીવાલે કહ્યું કે 'મોદી ઈચ્છે છે કે હું રાજીનામું આપી દઉં. તે જાણે છે કે તેઓ મને દિલ્હીમાં હરાવી શક્શે નહીં. તેથી કેજરીવાલની ધરપકડ કરવાનું આ કાવતરું છે જેથી હું રાજીનામું આપી દઉં. મારા પછી હવે પછીનું લક્ષ્ય મમતા બેનર્જી, પિનરાઈ વિજયન સાહેબ હશે. હું ખુરશી છોડીશ નહીં. તેમણે અરજી પણ આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે મને પદ પરથી હટાવવાનો ઇનકાર કર્યો હતો. હું રાજીનામું નથી આપી રહ્યો કારણ કે મોદીજી જ્યાં પણ હારી જશે ત્યાં તેઓ મુખ્યમંત્રીની ધરપકડ કરશે.'
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
