News of Friday, 24th May 2024
UP ના બરેલીમાં સિવિલ જાજનો કુતરો ચોરાઈ ગયો
પોલીસે ૧૨ લોકો સામે ફરિયાદ નોંધીઃપાડોશીએ ચોરી કરી હોવાનો પરિવારનો આરોપ

બરેલી, તા.૨૪
ઉત્તર પ્રદેશના બરેલીમાં એક સિવિલ કોર્ટના જજનો કૂતરો ચોરાયો હતો. જજના પરિવારનો આરોપ છે કે તેમના પાડોશી ડમ્પી અહેમદે તેમના પાલતુ કૂતરાની ચોરી કરી છે. જજના પરિવારની ફરિયાદ બાદ પોલીસે ૧૨થી વધુ લોકો સામે ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
જો કે, ન્યાયાધીશની પોસ્ટિંગ હાલમાં હરદોઈમાં છે, જ્યારે તેમનો પરિવાર બરેલીની સનસિટી કોલોનીમાં રહે છે. એફઆઈઆર મુજબ જજના પરિવાર અને અહમદના પરિવાર સાથે થોડા દિવસો પહેલા માથાકુટ થઈ હતી. ડમ્પી અહેમદના પુત્ર કાદિર ખાને કથિત રીતે જજના પરિવારના સભ્યોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
૧૬ મેના રોજ રાત્રે લગભગ ૯.૪૫ કલાકે ડમ્પી અહેમદની પત્ની જજના ઘરે આવી હતી. તે ન્યાયાધીશના પરિવારથી નારાજ હતી, કારણ કે તેમના કૂતરાએ તેમની પુત્રી સાથે કથિત રીતે તેમના પર હુમલો કર્યો હતો. આ બાબતે બંને વચ્ચે લાંબી ચર્ચા ચાલી રહી હતી.
ઘટનાની જાણકારી જ્યારે ન્યાયાધીશને ત્યારે તેમણે લખનૌથી ફોન પર બરેલી પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી અને ફરિયાદ પણ દાખલ કરી હતી. એ પછી એરિયા ઓફિસર અનિતા ચૌહાણે કાયદેસરની કાર્યવાહી કરવાનો સુચના આપી હતી. જે પછી પોલીસ જજના કૂતરાને શોધવામાં લાગી ગઈ હતી. દરમિયાન જ્યારે મીડિયાએ આ અંગે જજના પરિવાર સાથે વાત કરવાની કોશિશ કરવામાં આવી, તો તેઓએ કોઈપણ નિવેદન આપવાનો ઈક્નાર કરી દીધો હતો.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
