<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

મને આશા છે કે ધોની આવતા વર્ષે પણ CSK માટે રમશે

ધોનીના સંન્યાસ બાબતે CSKના CEO નું મોટું નિવેદનઃ IPL 2024માં ચેન્નઈ સુપર કિંગ્સની સફર પૂરી થઈ ગઈ

નવી દિલ્હી, તા.૨૪

IPL 2024માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની સફર પૂરી થઈ ગઈ છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૪ના પ્લેઓફમાં પહોંચી શકી નથી. છેલ્લી લીગ મેચમાં CSK ને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૨૭ રનથી હરાવ્યું હતું. RCB અને CSK બંનેના ૧૪-૧૪ પોઈન્ટ હતા, પરંતુ સારા નેટ-રન રેટને કારણે RCB પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી હતી.  ત્યારે બીજી તરફ મેચમાં હાર બાદ સ્જી ધોનીના સંન્યાસને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. એવું માનવામાં આવતું હતું કે આ ધોનીની છેલ્લી IPL સિઝન છે, પરંતુ તે દરમિયાન CSKના CEO કાશી વિશ્વનાથને ધોનીની ભવિષ્યના પ્લાન અંગે પોતાનું મૌન તોડ્યું છે.

હકીકતમાં IPLની ૧૭મી સીઝનની શરૃઆત પહેલા એમએસ ધોનીએ CSKની કેપ્ટન્સી છોડી દીધી હતી. અને તેની જગ્યાએ રુતુરાજ ગાયકવાડને CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રુતુરાજની કેપ્ટનશીપમાં CSKની ટીમ પ્લેઓફમાં ન પહોંચી શકી. તેમની છેલ્લી લીગ મેચમાં ઝ્રજીદ્ભનો ઇઝ્રમ્ સામે પરાજય થયો અને CSKની ટુર્નામેન્ટની સફર ખતમ થઈ ગઈ.

આ દરમિયાન ધોનીની છેલ્લી આઈપીએલ મેચને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ જ ઈમોશનલ જોવા મળ્યા હતા. જો કે, માહીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર ટ્વિટ કર્યું નથી, પરંતુ CSK એ તેની યુટ્યુબ ચેનલ પર CEO કાશી વિશ્વનાથનનો એક ઈન્ટરવ્યુ શેર કર્યો છે, જેમાં તે ધોનીના રિટાયરમેન્ટ અંગે વાત વાત કરી રહ્યા છે.

ચેન્નઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને કહ્યું કે, મને આ પ્રશ્નનો જવાબ ખબર નથી. આ પ્રશ્નનો જવાબ માત્ર એમએસ ધોની જ આપી શકે છે. હું હંમેશા ધોની દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું સન્માન કરું છું, અને અમે બધું તેમના પર છોડી દીધું છે. જો કે અમને ઘણી આશા છે, કે તે આવતાં વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમશે.

(9:10 PM IST)