<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

પાંચ દીકરી થતાં પતિએ ગર્ભવતી પત્નીનું પેટ ચીરી ચેક કર્યું

ક્રૂરતાની હદ વટાવીઃકોર્ટે ગર્ભવતી પત્નીનું પેટ ચીરવાના આરોપમાં પતિને દોષિત ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી છે તેની સાથે તેને ૫૦ હજારનો દંડ પણ લગાવ્યો છે

બદાયૂં ,તા.૨૪

દીકરાની લ્હાયમાં એક પતિએ પોતાની પત્ની સાથે ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી હતી. આ અત્યંત હિચકારી મામલામાં બદાયૂની એક કોર્ટે ગર્ભવતી પત્નીનું પેટ ચીરવાના આરોપમાં પતિને દોષિત ઠેરવતા આજીવન કેદની સજા સંભળાવી છે. તેની સાથે તેને ૫૦ હજારનો દંડ પણ લગાવ્યો છે. એડીજીસી મુનેન્દ્ર પાલ સિંહે શુક્રવારે જણાવ્યું કે, અપર સત્ર ન્યાયાધીશ ત્વરિત ન્યાયાલય સૌરબ સક્સેનાએ ગુરુવારે મોડી સાંજે પન્નાલાલને આજીવન કારાવાસની સજા સંભળાવી. તેના પર ૫૦ હજાર રુપિયાનો દંડ પણ લગાવ્યો. દંડ ન આપવાની સ્થિતિમાં તેને વધારે છ મહિના જેલમાં રહેવું પડશે. મુનેન્દ્ર પાલ સિંહે મામલાની જાણકારી આપતા કહ્યું કે, સિવિલ લાયન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘોંચા નિવાસી ગોલૂએ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે તેની બહેન અનીતાના લગ્ન શહેરના નેકપુર વિસ્તારમાં રહેતા પન્નાલાલ સાથે થયા હતા. ફરિયાદ અનુસાર, અનીતાના લગ્ન બાદ પાંચ દીકરીઓને જન્મ આપ્યો. આ કારણે તેનો પતિ પન્નાલાલ સતત તેને ત્રાસ આપતો હતો અને બીજા લગ્ન કરવાની ધમકી આપતો હતો. તેમણે જણાવ્યું કે, ઘટનાના સમયે ૩૦ વર્ષની અનીતા આઠ મહિનાની ગર્ભવતી હતી. આ દરમ્યાન એક દિવસ પન્નાલાલ ઘરે આવ્યો અને અનીતા સાથે ઝઘડવા લાગ્યો. સિંહે જણાવ્યું કે, ત્યાર બાદ તે બોલ્યો કે તું છોકરીઓ જ પૈદા કરે છે. આ વખતે તારુ પેટ ફાડીને જોઈશ કે તેમાં છોકરો છે કે છોકરી. ફરિયાદ અનુસાર, ત્યાર બાદ પન્નાલાલે અનીતાને પેટ ચીરી નાખ્યું, જેનાથી અનીતાના આંતરડા બહાર આવી ગયા અને આઠ મહિનાના શિશુંનું ગર્ભપાત થઈ ગયું. બાદમાં ખબર પડી કે, આ બાળક છોકરો જ હતો. આ કેસ અનુસાર, ગંભીર હાલતમાં અનીતાને બરેલીની હોસ્પિટલમાં દાખલ કરાવી તેની સારવાર કરાવી. ગોલૂની ફરિયાદ અનુસાર, પોલીસે કેસ દાખલ કરી કોર્ટમાં લઈ ગયા.

સીનિયર પોલીસ ઓફિસર આલોક પ્રિયદર્શીએ જણાવ્યું કે, તપાસ પુરી થયા બાદ આરોપી વિરુદ્ધ કોર્ટમાં આરોપપત્ર દાખલ કર્યું અને મામલામાં નિયમિત સુનાવણી થઈ. તેમણે જણાવ્યું કે, સ્પેશિયલ કોર્ટે પન્નાલાલને દોષિત ઠેરવતા આજીવન કેદની સજા અને ૫૦ હજારનો દંડ લગાવ્યો છે. હાલમાં પન્નાલાલની ઉંમર ૩૮ વર્ષ છે.

(9:10 PM IST)