News of Friday, 24th May 2024
મુસ્લિમોને ઓબીસી અનામત આપવાની સમીક્ષા કરશે બે રાજ્ય
ઉત્તરપ્રદેશ-રાજસ્થાને આ અંગે નિર્ણય લીધોઃયૂપીમાં યોગી સરકાર ઓબીસી કોટામાં મુસલમાનોને આપવામાં આવેતા અનામતની સમીક્ષા કરી શકે છે

જયપુર, તા.૨૪
આ વખતની લોકસભા ચૂંટણીમાં ઓબીસી કોટા અંતર્ગત મુસ્લિમને આપવામાં આવતા અનામતના નિર્ણયને લઈને ભારતીય જનતા પાર્ટી પ્રમુખતાથી આ મુદ્દો ઝડપી લીધો છે. ભાજપના કેટલાય સ્ટાર પ્રચારક ચૂંટણી રેલીમાં ઓબીસી કોટાથી મુસ્લિમોને અનામત આપવા વિરુદ્ધ નિવેદન આપી ચુક્યા છે. આ દરમ્યાન હવે ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને રાજસ્થાનની ભજનલાલ સરકારે મુસ્લિમોને ઓબીસી અનામતને લઈને મોટા નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર મુસ્લિમોને ઓબીસી કોટામાં આપવામાં આવેલા અનામતની સમીક્ષા કરશે. આ બાજુ રાજસ્થાનમાં પણ ઓબીસી કોટામાં મુસ્લિમોની ૧૪ જાતિઓને અનામત પર રાજ્ય સરકાર ચાર જૂન બાદ સમીક્ષા વિચાર કરી શકે છે. જો કે, હાલમાં ઔપચારિક નિર્ણય લેવામાં આવ્યા નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, યૂપીમાં યોગી સરકાર ઓબીસી કોટામાં મુસલમાનોને આપવામાં આવેતા અનામતની સમીક્ષા કરી શકે છે. આ કવાયત અંતર્ગત એ જાણી શકાશે કે મુસલમાનોને આખરે ક્યા નિયમ-વ્યવસ્થા અંતર્ગત ઓબીસી કોટામાં અનામત આપવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, બે ડઝનથી વધારે મુસ્લિમ જાતિઓને યૂપીમાં ઓબીસી કોટામા અનામત મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સપા સરકારમાં આ નિયમ બનાવ્યા હતા. હવે યોગી સરકાર તપાસ કરશે કે અનામત આપવાનો આધાર શું છે. અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, રિઝર્વેશનને ઝીણવટપૂર્વક જોવામાં આવે. અનામતનો લાભ લેનારાની જાણકારી એકઠી કરવામાં આવે, જે બાદ સીએમ યોગીની સામે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. તો વળી યોગી સરકારના આ નિર્ણય પર સમાજવાદી અને કોંગ્રેસ ભાજપ પર હિન્દુ મુસલમાનની રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહી છે.
આ બાજુ રાજસ્થાનમાં ઓબીસી કોટામાં મુસ્લિમોની ૧૪ જાતિઓને અનામત આપવા પર રાજસ્થાન સરકાર ૪ જૂન બાદ સમીક્ષા પર વિચાર કરી શકે છે. જો કે, હાલમાં ઔપચારિક નિર્ણય નથી કર્યો. રાજસ્થાનના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી અવિનાશ ગહલોતે ન્યૂઝ ૧૮ ઈંડિયાને ફોન પર કહ્યું કે, અમે તેના પર વિચાર કરી શકીએ છીએ અને નિષ્ણાંતોનો મત લઈશું કે આખરે ક્યા આધાર પર મુસ્લિમોની આ જાતિઓને ઓબીસીમાં સામેલ કરી છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
