<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

સોનામાં ઊંચી સપાટીએથી એકધારી પીછેહટ : છેલ્લા ત્રણ દિવસમાં 2000 ઘટ્યા :જાણો આજે ભાવમાં કેટલી વધઘટ

. અપેક્ષા કરતાં મજબૂત US ટ્રેડના આંકડા આવતા સોનામાં ઘટાડાનો માહોલ: ફેડરલ રિઝર્વ લાંબા ગાળા માટે વ્યાજ દરોને ઊંચા રાખે તેવા સંકેત મળતા કિમતી ધાતુઓમાં મંદી

વૈશ્વિક બજારોમાંથી મળેલા મંદીના સંકેત વચ્ચે આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાની કિંમતોમાં ફરી એક વખત ઘટાડો જોવા મળ્યો હતો. 10 ગ્રામ દીઠ સોનાના ભાવ રૂપિયા 900 ઘટીને રૂપિયા 72,650 થયા હતા. બુધવારે સોનામાં રૂપિયા 50નો તેમ જ ગઈકાલે રૂપિયા 1050નો ઘટાડો થયો હતો.

આજે દિલ્હી ખાતે ચાંદીનો ભાવ રૂપિયા 500 ઘટીને રૂપિયા 92,100 રહ્યો હતો. બજારના નિષ્ણાતોના મતે સતત ત્રણ દિવસથી ઘટાડો થઈ રહ્યો છે. અપેક્ષા કરતાં મજબૂત US ટ્રેડના આંકડા આવ્યા બાદ સોનામાં ઘટાડાનો માહોલ છે, આ ઉપરાંત અમેરિકાની ફેડરલ રિઝર્વ લાંબા ગાળા માટે વ્યાજ દરોને ઊંચા રાખે તેવા સંકેત પણ મળ્યા છે, જેને પગલે કિમતી ધાતુઓમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.

આ સાથે છેલ્લા ત્રણ દિવસમાં ભારતીય બજારોમાં સોનાના ભાવમાં રૂપિયા 2000નો ઘટાડો થઈ ચુક્યો છે. મધ્ય પૂર્વમાં ભૂ-રાજકીય તણાવની સ્થિતિ હળવી થવાના સંકેત વચ્ચે સોનામાં એકંદરે નરમ વલણ આગળ વધી શકે છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીમાં સામાન્ય સુધારો નોંધાયો છે. ઔંસદીઠ સોનું 6.10 ડોલર વધી 2,338.09 ડોલર રહ્યો હતો. જ્યારે ચાંદી ઔંસદીઠ 0.29 ડોલર વધી 30.44 ડોલર રહ્યો હતો.

અમદાવાદ ખાતે સોનાના ભાવમાં ઘટાડાનું વલણ જોવા મળતુ હતું, જ્યારે ચાંદીના ભાવમાં સ્થિર વલણ રહ્યું હતું. અમદાવાદ સોનું (99.9) 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 75,000થી રૂપિયા 700 ઘટીને રૂપિયા 74,300 રહ્યા હતા. જ્યારે સોનું (99.5) 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 74,800થી રૂપિયા 700 ગગડી રૂપિયા 74,100 રહ્યા હતા.

(9:48 PM IST)