<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

કોંગ્રેસ બીકણ હતી:દલાઈ લામાનું નામ લેતા પણ ડરતી હતી :હિમાચલ પ્રદેશમાં પીએમ મોદીએ કર્યા આકરા પ્રહાર

મંડીમાં વડાપ્રધાને કહ્યું-'જો તમે આ સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગનાને જીતાડશો તો તે તમારો અવાજ બનશે. કંગના પોતાને વિકાસ માટે સમર્પિત કરશે. કંગના દીકરીઓ માટે પ્રેરણા છે.

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા પહેલા રાજકીય પક્ષો દ્વારા હાઈ-પ્રોફાઈલ રેલીઓની શ્રેણી ચાલુ છે. વડાપ્રધાન મોદી પણ સતત જાહેર સભાઓ કરી રહ્યા છે. દરમિયાન પીએમ મોદીએ હિમાચલ પ્રદેશના મંડીમાં એક વિશાળ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી.

    મંડીમાં ભીડને સંબોધતા વડાપ્રધાને કહ્યું, 'જો તમે આ સીટ પરથી બીજેપી ઉમેદવાર બહેન કંગનાને જીતાડશો તો તે તમારો અવાજ બનશે. કંગના પોતાને વિકાસ માટે સમર્પિત કરશે. કંગના અમારી દીકરીઓ માટે પ્રેરણા છે. આ દરમિયાન પીએમ મોદીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ તેમની દીકરીઓને સારી રીતે શિક્ષિત કરો અને તેમને આગળ વધવા દો

  કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, હિમાચલમાં બૌદ્ધ ધર્મના મહત્વના સ્થળો છે. કોંગ્રેસ સરકાર એટલી ડરપોક હતી કે દલાઈ લામાનું નામ લેતા પણ ડરતી હતી. હું અવારનવાર દલાઈ લામા સાથે વાત કરું છું. તે આપણા સમૃદ્ધ વારસાના પ્રણેતા છે. ભારત બુદ્ધનો દેશ છે... અને મોદી સરકારે આ વારસાને જોરશોરથી પ્રોત્સાહન આપ્યું છે.

   તેમણે વધુમાં કહ્યું, 'તમારા એક મતે હિન્દુ, શીખ અને બૌદ્ધ શરણાર્થીઓને નાગરિકતા આપતો કાયદો બનાવ્યો છે. તમારા એક વોટથી ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક શક્તિ બની ગયું છે. પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ છે. આ 5 તબક્કામાં ભાજપ-એનડીએને બહુમતી કરતાં વધુ બેઠકો મળી છે. હવે જો આમાં હિમાચલની 4 સીટો ઉમેરવામાં આવે તો તે કેક પર આઈસિંગ થઈ જશે

    અયોધ્યામાં રામ મંદિરનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું, '500 વર્ષની રાહ પૂરી થઈ. તમારા મતથી આ પ્રતીક્ષા સમાપ્ત થઈ ગઈ છે. આ તમારા વોટની તાકાત છે, જેણે 500 વર્ષની રાહનો અંત કર્યો. આજે રામલલા અયોધ્યામાં બિરાજમાન હતા. હિમાચલ ખુશ છે. દેવી-દેવતાઓ આશીર્વાદ વરસાવી રહ્યા છે, પણ કોંગ્રેસ ખુશ નથી. જો તમારા એક વોટથી મોદીની શક્તિ ન વધી હોત તો કોંગ્રેસ ક્યારેય રામ મંદિર બનવા ન દેત. આ તમારા એક મતની શક્તિ છે. તમારા એક વોટથી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની દિવાલ તોડી પાડવામાં આવી.

(10:01 PM IST)