News of Friday, 24th May 2024
ગાઝામાંથી વધુ ત્રણ ઇઝરાયેલી બંધકોના મૃતદેહ મળ્યા: હમાસની ભયાનક ક્રૂરતા બહાર આવી: આઠ દિવસમાં સાત મૃતદેહો મળી આવ્યા

ઈઝરાયેલી સેનાએ કહ્યું છે કે તેના સુરક્ષા દળોને ગાઝામાં વધુ ત્રણ બંધકોના મૃતદેહ મળ્યા છે. મોડી રાત્રે ઇઝરાયેલી સુરક્ષા દળોએ ઓપરેશન હાથ ધરી આ મૃતદેહો હાથ કર્યા હતા. આઠ દિવસમાં સાત ઇઝરાયેલી અપહરણ કરાયેલા બંધકોના મૃતદેહ મળ્યા છે. આ સાથે હમાસની ભયાનક ક્રૂરતા બહાર આવી. હમાસે ક્રોસ બોર્ડર હુમલો કરી ઇઝરાયેલના ૨૫૨ નાગરિકોનું અપહરણ કર્યું હતું. હજી ૧૨૫ જેટલા અપહરણ કરાયેલા ઇઝરાયેલી નાગરિકો ગાઝામાં બંધક છે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
