તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 24th May 2024
હવે ભારતમાં રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટનું ઉત્પાદન કરાશે; 54 વર્ષમાં પહેલી વખત ઈંગ્લેન્ડ બહાર પ્રોડક્શન થશે
ભારતમાં આ ગાડીઓની કિંમત 18-22 ટકા સુધી ઘટી જશે: અત્યાર સુધી રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ મોડલનું ઉત્પાદન ફક્ત બ્રિટનમાં જગુઆર લેન્ડ રોવરના સોલિહુલ પ્લાન્ટમાં થતું હતું

નવી દિલ્હી : ટાટા મોટર્સના માલિકી હક ધરાવતી જગુઆર લેન્ડ રોવર (JLR) ભારતમાં પોતાની રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટનું ઉત્પાદન શરૂ કરશે. આ ગાડીઓના 54 વર્ષના લાંબા ઈતિહાસમં પહેલી વખત બ્રિટનની બહાર તેનું ઉત્પાદન કરવામાં આવશે. તેને પગલે ભારતમાં આ ગાડીઓની કિંમત 18-22 ટકા સુધી ઘટી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ મોડલનું ઉત્પાદન ફક્ત બ્રિટનમાં જગુઆર લેન્ડ રોવરના સોલિહુલ પ્લાન્ટમાં થતું રહ્યું છે. ત્યાંથી તેની ભારત સહિત વૈશ્વિક સ્તર પર 121 બજારોમાં નિકાસ કરવામાં આવે છે. ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખરને 15 વર્ષ અગાઉ ટાટા પરિવારમાં JLR બ્રાન્ડ લાવવા માટે ટાટા સન્સના માનદ ચરમેન રતન તાતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રેન્જ રોવરનું ઉત્પાદન અહીં ભારતમાં કરવામાં આવશે. આ એક શાનદાર અહેસાસ છે. આ ખૂબ જ ખાસ પળ છે અને તેને લઈ હું ગર્વ અનુભવું છું.
સ્થાનિક રીતે ઉત્પાદિત રેન્જ રોવર 3.0-લીટર HSE LWBની કિંમત 2.36 કરોડ રૂપિયા રહેશે, જ્યારે રેન્જ રોવર 3.0 લીટર પેટ્રોલ ઓટોબાયોગ્રાફિ વર્ઝનની કિંમત 2.60 કરોડ છે. રેન્જ રોવર સ્પોર્ટની કિંમત ડીઝલ તથા પેટ્રોલ બન્ને સંસ્કરણો માટે રૂપિયા 1.40 કરોડ (ટેક્સ પૂર્વે) છે.
સ્થાનીય ઉત્પાદન સંબંધિત જાહેરાત કંપનીએ અહીં રેન્જ રોવર હાઉસના અધિકૃત હાઉસના ઉદઘાટન પ્રસંગે કહી હતી, જે ભારતમાં બ્રાન્ડના પહેલા એવા અનુભવાત્મક કેન્દ્ર છે.કંપનીના અધિકારીઓનું કહેવું છે કે બન્ને SUVનું સ્થાનીક સ્વરૂપથી ઉત્પાદન કરવાનો નિર્ણય આ કાર મોડેલોની વધતી લોકપ્રિયતાનું પ્રત્યક્ષ પરિણામ છે.
જગુઆર લેન્ડ રોવર પહેલાથી જ દેશમાં ચાર મોડલ-F-પેસ, ડિસ્કવરી સ્પોર્ટ, ઈવોક અને વેલારનું ઉત્પાદન કરી રહ્યા છે. જોકે હવે ધ્યાન રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ પર રહેશે, જે બ્રાન્ડના ઉત્પાદન પોર્ટફોલિયોમાં સૌથી ઉપર છે. બન્ને મોડલના ઉત્પાદન 1970માં UKના સોલીહુલમાં અગાઉથી થઈ રહ્યા છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
