<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

શું મોદીના નામે મંદિર બનાવવું ન જોઈએ, શું તેઓની તસવીર સામે પૂજા કરીને પ્રસાદ ન ચઢાવો જોઈએ: મમતાની મર્મવાણી

મમતા બેનર્જીએ કહ્યું - હું પૂછવા માગુ છું કે શું ભગવાન કોઈને રમખાણોનું ષડયંત્ર રચવા, વિજ્ઞાપનની મદદથી જૂઠાણાં ફેલાવવા, એનઆરસીની કવાયતના નામે લોકોને જેલ મોકલે છે?

પશ્ચિમ બંગાળના મખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે ભગવાન દ્વારા મોકલવામાં આવ્યા હોવાની ટિપ્પણીને લઈને નામ લીધા વગર વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. દક્ષિણ 24 પરગના જિલ્લાના સુંદરવન વિસ્તારના મથુરાપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા તેણે દાવો કર્યો કે ચૂંટણી હારવાના ડરથી ભાજપના નેતા દરેક પ્રકારની વાત કરે છે જેનો કોઈ અર્થ જ નથી.

વડાપ્રધાન મોદીનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરતા મમતા બેનર્જીએ કહ્યું- તેઓ હવે પોતાનો ઈશ્વરનો પુત્ર ગણાવી રહ્યાં છે. તેઓ દાવો કરે છે કે અમારી સૌની વિપરીત તેમના જૈવિક માતા-પિતા નથી. તેઓ કહે છે કે તેમણે ભગવાન દ્વારા મોકલવામાં આવ્યા છે. હું પૂછવા માગુ છું કે શું ભગવાન કોઈને રમખાણોનું ષડયંત્ર રચવા, વિજ્ઞાપનની મદદથી જૂઠાણાં ફેલાવવા, એનઆરસીની કવાયતના નામે લોકોને જેલ મોકલે છે?

બેનર્જીએ ભગવાન જગન્નાથને વડાપ્રધાનના ભક્ત બતાવવા અંગેની ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને પણ વડાપ્રધાન મોદીની મજાક ઉડાવી. તેમણે કહ્યું, જો ભગવાન જગન્નાથ મોદી બાબૂના ભક્ત છે, જેમકે તેમના કાર્યકર્તાઓ દાવો કરી રહ્યાં છે તો શું આપણે તેમના નામે એક મંદિર બનાવવું ન જોઈએ, શું તેમની તસવીરની સામે પૂજા કરીને પ્રસાદ ન ચઢાવવો જોઈએ અને તેના માટે એક પુજારી નિયુક્ત ન કરવા જોઈએ? આપણે આ બધું જ કરી શકીએ છીએ, પરંતુ તેમણે આવી વાત કરીને રાજનીતિ ન કરવી જોઈએ.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ભગવાન નાગરિકતા સંશોધન કાયદાના નામે ગુંડગર્દીને પ્રમોટ કરવા કે 100 દિવસના કામ માટે પૈસા રોકવાનું કે ગ્રામીણોના ઘરને બનાવવાથી રોકવા માટે તમે દૂત મોકલ્યા છે? શું ભગવાન લોકોના બેંક ખાતામાં 15 લાખ રુપિયા જમા કરવાનું કે પોતાના વાયદાથી પીછે હટે છે? ભગવાન આવી વસ્તુ ન કરી શકે?

(11:59 PM IST)