<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

હજ યાત્રાની સિઝનમાં પ્રવાસી વીઝા પર સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા નહીં જઈ શકો: સાઉદી અરેબિયાના ગૃહમંત્રાલયે પ્રવાસી વીઝા પર મક્કામાં પ્રવેશ કરવા માંગતા લોકો પર ૨૧ જૂન સુધી પ્રતિબંધ લગાવી દીધો

સાઉદી અરેબિયાના મક્કામાં મુસ્લિમો દ્વારા થતી પવિત્ર હજ યાત્રાની ૨૩ મેથી શરૂઆત થઈ ગઈ છે, પરંતુ જો તમે હજ યાત્રાની સિઝનમાં પ્રવાસી વીઝા  પર સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા જવા ઈચ્છશો, તો નહીં જઈ શકો. 

 

કારણ કે સાઉદી અરેબિયાના ગૃહમંત્રાલયે પ્રવાસી વીઝા પર મક્કામાં પ્રવેશ કરવા માંગતા લોકો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ ૨૩ મેથી ૨૧ જૂન સુધી લાગુ રહેશે. 

 

જેની પાસે હજ પરમિટ હશે તેને જ મક્કામાં હજ કરવા જવા દેવાશે. પ્રવાસી વીઝા પર સાઉદી અરેબિયા આવેલા વિદેશીઓને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ હજ યાત્રાની આ સિઝન દરમિયાન મક્કાની યાત્રા ન કરે

 

સાઉદી અરેબિયાની સરકારી સમાચાર એજન્સી સાઉદી પ્રેસ એજન્સીના જણાવ્યા . મંત્રાલયે કહ્યું છે કે, મક્કામાં હજ કરવા ઈચ્છુક કોઈપણ વ્યક્તિ પાસે હજ પરમિટ હોવી ફરજીયાત છે, પરંતુ જો કોઈ વ્યક્તિ યાત્રા વીઝા હેઠળ હજ કરવા માંગશે તો તેને મંજૂરી અપાશે નહીં.

 

સાઉદી ગેજેટના રિપોર્ટમાં જણાવાયું છે કે, હજ અને ઉમરા મંત્રાલયે હજ પરમિટ જારી કરતા ઑનલાઈન પોર્ટલ નુસુક એપ પરથી ઉમરા માટેનું રજિસ્ટ્રેશન બંધ કરી દીધું છે. 

 

સાઉદી અધિકારીઓએ કહ્યું છે કે, યાત્રાવીઝા પર મક્કામાં પ્રવેશ કરનારાઓને હજના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કડક દંડ કરાશે. 

 

જેઓ હજ પરમિટ વગર મક્કા અને પવિત્ર સ્થળો પરથી પકડાશે તો તેમને રૂ.૨,૨૨,૬૫૧ લાખ, 22 હજાર, 651 રૂપિયા)નો દંડ ફટકારાશે. આ નિયમ અને દંડ તમામ નાગરિકો, સાઉદીમાં રહેતા લોકો અને વિદેશથી આવનારા લોકો પર લાગુ કરાયો છે. જો કોઈ વારંવાર ઉલ્લંઘન કરશે તો તેને બમણો દંડ ફટકારાશે. જો સાઉદીમાં રહેતા વિદેશીઓ નિયમ તોડશે તો તેમને તેમના દેશમાં પરત મોકલાશે અને સાઉદીમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાશે.

( IST)