તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
મોહન ભાગવતજી પાંચ દિવસની ત્રિપુરાની મુલાકાતે: તાલીમ શિબિરમાં હાજરી આપશે: દેશભરમાં આવી ૧૪ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવશે

ત્રિપુરા: આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતજી ૫ દિવસની મુલાકાતે અગરતલા ખાતે સંઘના મુખ્યાલય સેવાધામ પહોંચ્યા.
૧૮ મેથી શરૂ થયેલ ૨૦ દિવસીય શિબિરમાં ઉત્તર-પૂર્વના ૭ રાજ્યોમાંથી ૧૫૨ સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. સંચાલન પૂર્વોત્તર ક્ષેત્રના સંઘચાલક ઉમેશ ચક્રવર્તી કરી રહ્યા છે.
દેશના વિવિધ ભાગોમાંથી ૩૦ પ્રશિક્ષકો અને ૪૦ વરિષ્ઠ સંઘ કાર્યકર્તાઓ આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે.
દેશભરમાં આવી ૧૪ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવશે.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
