<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

ઉદયપુરમાં પિતાએ જીવતી પુત્રીનું બેસણું અને મૃત્‍યુ ભોજન કર્યુ

યુવતીએ અન્‍ય સમાજના યુવક સાથે ભાગીને લગ્ન કરતા પિતા નારાજ હતા

ઉદયપુર, તા.૨૫: રાજસ્‍થાનના ઉદયપુરના સોયરા ગામમાં એક પિતાએ પોતાની જીવતી પુત્રીની શોકપત્રિકા છપાવી દીધી છે. એટલું જ નહી પરિવારે મુંડન કરાવીને મૃત્‍યુભોજન પણ કરાવ્‍યું હતું. પુત્રી ઘરથી ભાગીને આંતરજાતીય લગ્ન કર્યા પછી પિતાએ આ પગલું ભર્યું છે. સાયરા ગ્રામ પંચાયતમાં આવેલા ગુડાની ગામની એક યુવતીએ અન્‍ય સમાજના પ્રેમી યુવક સાથે ભાગીને લગ્ન કર્યા હતા. જ્‍યારે પોલીસે યુવતીને પકડીને માતા-પિતા સમક્ષ રજૂ કરી, તો તેણીએ માતા-પિતાને ઓળખવાનો ઈનકાર કર્યો હતો.

તેનાથી પિતાને એટલો આઘાત લાગ્‍યો કે પુત્રી મરી ગઈ હોવાનું જ માની લીધું. પછી પિતાએ શોકપત્રિકા છપાવી અને એમાં પુત્રીના આંતરજાતીય લગ્નનો ઉલ્લેખ કરીને લોકોને બેસણા માટે બોલાવ્‍યા હતા. આ દરમિયાન પિતા સહિત પરિવારજનોએ માથાનું મુંડન કરાવ્‍યું અને મૃત્‍યુભોજન લીધું હતું. પરિવારજનોનું કહેવું છે કે જે પુત્રીને આટલો તોહ આપ્‍યો, તેણે અમને કહ્યા વિના આટલું મોટું પગલું ભરી દીધું. જ્‍યારે મળ્‍યા પછી અમને ઓળખવાનો ઈનકાર કર્યો, તો અમે આ વાત ભૂલી શકીએ નહીં. એટલા માટે આખા પરિવારે આ પગલું ભર્યુ છે. આ મામલામાં પોલીસે તપાસ શરુ કરી છે.

(10:21 AM IST)