તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
તેજસ્વી યાદવે પ્રશાંત કિશોરને ભાજપનો એજન્ટ હોવાનો આરોપ:કહ્યું -મારા 'ચાચા'એ જણાવ્યું હતું
આરજેડી નેતાએ કહ્યું કે સુનિયોજિત વ્યૂહરચનાના ભાગરૂપે, ભાજપ તેનો ઈન્ટરવ્યુ લ્યે છે અને તેમને તરફેણમાં વાત કરવાની સૂચના આપે છે

નવી દિલ્હી :આરજેડી નેતા તેજસ્વી યાદવે ચૂંટણી વ્યૂહરચનાકારમાંથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોર પર ભાજપના "એજન્ટ" હોવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે સુનિયોજિત વ્યૂહરચનાના ભાગરૂપે, ભાજપ તેમનો ઈન્ટરવ્યુ લઈ રહી છે અને તેમને પોતાના તરફેણમાં વાત કરવાની સૂચના આપી રહી છે.
પટનામાં પત્રકારો સાથે વાત કરતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે, “પ્રશાંત કિશોર બીજેપીના એજન્ટ છે. હવે જ્યારે બીજેપી હારવા લાગી છે ત્યારે અમે તેમને બોલાવવાનું શરૂ કર્યું છે. યાદવે કહ્યું, “મારા કાકા (JDU ચીફ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર) પ્રશાંત કિશોર વિશે કહ્યું હતું કે અમિતભાઈ શાહની વિનંતી પર તેમને પાર્ટી (JDU)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આજ સુધી અમિતભાઈ શાહ કે પ્રશાંત કિશોરે તેનું ખંડન કર્યું નથી.
પ્રશાંત કિશોર પર નિશાન સાધતા યાદવે કહ્યું, “તે શરૂઆતથી જ ભાજપની છાવણીમાં છે. તે જે કહે છે તેની કોઈ વિશ્વસનીયતા નથી.” તેમણે આરોપ લગાવ્યો કે, “પ્રશાંત કિશોર ભાજપની વિચારધારામાં માને છે અને એક વ્યૂહરચના તરીકે, ભાજપ તેમની મુલાકાત લઈ રહી છે અને તેમને આર્થિક મદદ કરી રહી છે. અમને ખબર છે કે આર્થિક મદદ ક્યાંથી આવી રહી છે
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
