તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
છત્તીસગઢના બેમેટારામાં ગનપાઉડર ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટઃ ૧૦ લોકોના મોત

નવી દિલ્હી : છત્તીસગઢના બેમેતેરા જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક દારૂગોળાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં લગભગ ૧૦થી ૧૨ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર દારૂગોળાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ અનેક લોકો કાટમાળ નીચે પણ દટાઈ ગયેલા હોવાનું મનાય છે. આ ઘટના બેરલા બ્લોકના બોરસીમાં બની હોવાના અહેવાલ છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ ફેક્ટરીમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર માટે રાયપુર લઈ જવામાં આવ્યા છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
